અરેબિયાના ઇસ્લામિક મામલાના મંત્રી ડો. શેખ ડો.અબ્દુલ લતીફ બિન અબ્દુલ અજિજે અમુક માર્ગદર્શિકા જાહેર કરી
મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન માસના આગમનને પગલે સાઉદી અરેબિયામાં તૈયારીઓનો ધમધમાટે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન રમજાન માસને કેન્દ્રમાં રાખીને સાઉદી અરેબિયાના ઇસ્લામિક મામલાના મંત્રી ડો. શેખ ડો.અબ્દુલ લતીફ બિન અબ્દુલ અજિજે અમુક માર્ગદર્શિકા જાહેર કરી છે
.સાઉદી સરકાર દ્વારા 10 પોઇન્ટ સાથેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવે છે. જેમાં રમજાનના પવિત્ર માસ દરમિયાન મસ્જિદોમા ઇફતાર થશે નહીં! વધુમાં લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ઉપરાંત નમાજનું પ્રસારણ કરવા અને આઈડી વગર ઈતકાફમાં બેસવામાં પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સરકાર દ્વારા વધુમાં અનુરોધ કરાયો કે નમાઝ આદા કરવા આવતા નમાજિયો બાળકોને મસ્જિદમાં સાથે ન લાવે જેથી નમાજ પડતા અન્ય લોકો પરેશાની ન થાય અને તેની ઈબાદમાં ખનન ન પડે! સરકાર દ્વારા જારી કરાયેલી સૂચિમાં કહ્યા મુજબ ઇતકાફએ એક ઇસ્લામીક પ્રથા છે. જેને મુસ્લિમ બિરાદરો રમજાન માસના અંતિમ 10 દિવસ અલ્લાહની ઇબાદતમાં પૂરો સમય આપવા માટે મસ્જિદમાં પોતાને અલગ કરી દે છે. બીજી તરફ ઇસ્લામિક દેશ સાઉદી અરબના આ પ્રકારના નિર્ણયને લઈને દુનિયાભરના મુસલમાનોએ તીખી પ્રકતિકિયા આપી છે. ગુસ્સો ભરાયેલા મુસલમાનોએ આરોપ લગાવતા એવું પણ કહ્યું છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન ઇસ્લામનો પ્રભાવ ઓછો કરવા માંગે છે.
10 મુદ્દાઓને ટાંકીને પ્રતિબંધ લાદવામાં આવ્યા
ઈસ્લામિક બાબતોના પ્રધાન અબ્દુલ લતીફ અલ-શેખ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા માર્ગદર્શિકામાં જુદા જુદા 10 મુદ્દાઓને ટાંકીને પ્રતિબંધ લાદવામાં આવ્યા છે જેનો સાઉદી અરેબિયામાં રહેતા લોકોએ આ પાલન ફરજિયાત કરાયું છે. વધુમાં માર્ગદર્શિકામાં એવું પણ કહ્યું છે કે ઇમામને જ્યાં સુધી તે એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી તે ગેરહાજર રહી શકે નહીં. આ સિવાય મંત્રાલયે ઈફ્તારના આયોજન માટે ફંડ એકત્ર કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.