PSL 2023 ની 27મી મેચ પેશાવર ઝાલ્મી અને મુલતાન સુલતાન વચ્ચે 10 માર્ચે રમાઈ હતી. આ મેચમાં મુલતાનની ટીમે પેશાવરને 4 વિકેટે હરાવ્યું હતું. પેશાવર ઝાલ્મીએ પ્રથમ દાવમાં 4 વિકેટે 242 રન બનાવ્યા હતા. મુલતાન સુલ્તાન્સે 243 રનનો ટાર્ગેટ 6 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. મુલતાન સુલતાન માટે આ મેચનો હીરો રિલે રૂસો હતો. તેણે 51 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની ઇનિંગ રમી હતી. રિલે રુસો IPLમાં દિલ્હી કેપિટલ્સ વતી રમતો જોવા મળશે. આવી સ્થિતિમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા રૂસોની આ વિસ્ફોટક ઈનિંગ દિલ્હી કેપિટલ્સને ઘણી ખુશીઓ આપશે.
પ્રથમ બેટિંગ કરતા પેશાવર ઝાલ્મીએ મુલતાન સુલતાનને 243 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. મોટા ટાર્ગેટનો પીછો કરતા મુલતાન સુલતાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને ટીમની બે વિકેટ 28 રનમાં પડી ગઈ હતી. પરંતુ આ પછી મેચમાં મોટો વળાંક આવ્યો અને રૂસોનું તોફાન જોવા મળ્યું. બે વિકેટ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલે રુસોએ આક્રમક બેટિંગ શરૂ કરી હતી.
તે રાવલપિંડીની પિંડી સ્પોર્ટ્સ ક્લબમાં દરેક જગ્યાએ શોટ રમ્યો હતો. પેશાવર ઝાલ્મીનો એક પણ બોલર રૂસોને પરેશાન કરી શક્યો નથી. આ સાથે જ રૂસોએ તમામ બોલરોને ધોઇ નાખ્યા હતા. આ મેચમાં રુસોએ 51 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની જોરદાર અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. રૂસોની ઇનિંગના આધારે મુલતાન સુલતાને આ મેચ 19.1 ઓવરમાં જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાનો આ બેટ્સમેન PSL બાદ ભારતમાં IPLમાં ધૂમ મચાવતો જોવા મળશે. IPL 2023 માટે યોજાયેલી મીની હરાજીમાં દિલ્હીએ રૂસોને રૂ. 4.60 કરોડની મોટી બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
એલિસા હીલીની ધમાકેદાર ઇનિંગથી યુપી વોરિયર્સની જીત, આરસીબી સતત ચોથી મેચ હારી
યુપી વોરિયર્સે શુક્રવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 10 વિકેટથી હરાવ્યું. યુપીની આ બીજી જીત છે. તેના માટે કેપ્ટન એલિસા હીલીએ 96 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટૂર્નામેન્ટમાં આરસીબીની આ સતત ચોથી હાર છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ટીમ અત્યાર સુધીની ચારેય મેચ હારી ચૂકી છે. બીજી તરફ યુપીની ત્રણ મેચમાંથી બે જીત છે.
સોફિયા એક્લેસ્ટોનની શાનદાર બોલિંગની મદદથી યુપીએ આરસીબીને 19.3 ઓવરમાં 138 રનમાં આઉટ કરી દીધી હતી. સોફિયાએ 13 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેમના સિવાય દીપ્તિ શર્માએ 26 રનમાં ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડે 26 રનમાં એક વિકેટ લીધી હતી. જવાબમાં યુપી વોરિયર્સે 42 બોલ બાકી રહેતા 13 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી.