સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરુ થઈ રહ્યો છે. સત્રના આ ભાગમાં સરકારનો મુખ્ય એજન્ડા લાંબા સમયથી અટવાયેલા બિલને પસાર કરવાનો રહેશે. સત્રના આ તબક્કામાં 26 બિલ રાજ્યસભામાં અને 9 બિલ લોકસભામાં પાસ થવાના બાકી છે. તો વળી સરકારની પ્રાથમિકતા નાણાકીય બિલને પાસ કરાવાની રહેશે.
આ ઉપરાંત બાકી અટવાયેલા બિલ પર પણ સરકાર પાસ કરાવશે. વિપક્ષી પાર્ટી, બિન ભાજપશાસિત રાજ્યોની સરકારો વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અને અદાણી ગ્રુપ સાથે જોડાયેલ મુદ્દા પર સરકારનો ઘેરાવ કરશે. વિપક્ષી પાર્ટીઓ તરફથી બીજા તબક્કામાં ઈડી અને સીબીઆઈ તરફથી વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવાના મુદ્દા ઉઠાવશે. બજેટ સત્ર દરમિયાન ટીએમસી એલઆઈસી, એસબીઆઈ સામે ખતરો, મોંઘવારી, બેરોજગારી, કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ મુદ્દા પર દલીલો રજૂ કરશે.