ગુજરાત પોલીસે ખાલિસ્તાન સમર્થન સતનામાં રહેતા બે યુવકોને ઝડપી પાડ્યાં છે. આ બન્ને આરોપીઓ પૈકી એક રિવા જિલ્લાથી તો બીજાને સતનાથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બન્ને આરોપી સતનાના રહેવાશી છે, પરંતુ તેમની ધરપકડ છતરપુર અને રિવા જિલ્લામાંથી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી કરી છે. જે બાદ બન્ને યુવકોને પોલીસ પોતાની સાથે ગુજરાત લઈ ગઈ છે.
પોલીસે ઝડપેલા યુવક સરદાર નથી. યુવકો પર આરોપ છે કે, તેમણે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂના અવાજમાં રેકોર્ડેડ મેસેજ મોકલીને ધમકી આપી હતી.
9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત -ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ વચ્ચે એક રેકોર્ડ મેસેજ મળ્યો હતો. જેમાં લોકોને “ઘરમાં રહો, સુરક્ષિત રહો”ની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી પાછળનો ઉદ્દેશ્ય લોકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જતા રોકવાનો હતો. આ મેચના પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્ટની એલ્બનીસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ મેસેજ મળ્યા બાદ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.