વિક્ટોરીયા પાર્ક એ ભારતના ગુજરાતના ભાવનગર શહેરમાં આવેલ આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તાર ૨૦૨ હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે, જેના ઉપરથી આખા વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરી શંકર તળાવ દેખાઈ છે. પાર્ક માં માણસો પોતાના સ્વાસ્થય માટે ચાલવા આવતા હોય છે.અને બીજી બાજુ છોકરાઓ દોડવા માટે આવે છે. વિક્ટોરિયા પાર્ક માં અલગ અલગ પ્રકાર ના વ્રુક્ષ અને અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળતા હોય છે.