કેનેડા અભ્યાસ કરવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સામે દેશનિકાલનો સંકટ સામે આવી ગયો છે. ઉત્તર અમેરિકા દેશમાં અધિકારીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના‘એડમિશન ઑફર લેટર્સ’નકલી હોવાનું જણાવ્યું છે. હાલમાં જ વિદ્યાર્થીઓને કેનેડાની બોર્ડર સિક્યુરિટી એજન્સી તરફથી દેશનિકાલના પત્રો મળ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, વર્ક પરમિટ મેળવી લીધી છે અને કામનો અનુભવ પણ મેળવ્યો છે. જ્યારે તેમણે પીઆર માટે અરજી કરી ત્યારે જ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એજ્યુકેશન ફ્રોડનો અનોખો પ્રકાર છે જે કેનેડામાં પ્રથમ વખત સામે આવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આટલી મોટી છેતરપિંડી કેનેડામાં મોટી સંખ્યામાં અરજદારોનું પરિણામ છે. ફ્રોડનો શિકાર થયેલા કેટલાક વિદ્યાર્થીઓને જ્યારે જલંધરના વિઝા એજન્ટને સંપર્ક કરવાની કોશિશ કરી તો તેની ઓફિસે તાળા જોવા મળ્યા હતા.
બ્રિજેશ મિશ્રાની આગેવાની હેઠળના એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસ, જલંધર દ્વારા લગભગ 700 વિદ્યાર્થીઓએ સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. આ વિઝા અરજીઓ 2018થી 2022 વચ્ચે ફાઈલ કરવામાં આવી હતી.’ બાઠના કહેવા પ્રમાણે, ‘મિશ્રાએ વિઝા માટે તમામ વિદ્યાર્થીઓ પાસેથી 16થી 20 લાખ રૂપિયા લીધા હતા. તેમાં એડમિશન ચાર્જ પણ સામેલ હતો. તેણે કહ્યું કે, એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝીટ તરીકે અલગથી પૈસા પણ લેવામાં આવ્યા હતા.’ CBSA અધિકારીઓ હવે ‘પીડિતો’ના નિર્દોષ હોવાના દાવાને સ્વીકારી રહ્યા નથી કારણ કે વિદ્યાર્થીઓ પાસે એ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે એજન્ટ મિશ્રાએ જ તમામ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. કેનેડિયન એજન્સી કેનેડિયન વિઝા અને એરપોર્ટ અધિકારીઓની નિષ્ફળતાને પણ સ્વીકાર નથી કરી રહી છે જેમણે વિઝા આપ્યા હતા અને તમામ દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે પ્રવેશની મંજૂરી આપી હતી.