બજેટ કોલિંગ સ્માર્ટવોચ લોન્ચ કરવા માટે માર્કેટમાં હરીફાઈ ચાલી રહી છે. હવે એક સ્વદેશી બ્રાન્ડ તેની સસ્તી સ્માર્ટવોચ મોટી ડિસ્પ્લે સાથે લઈને આવી છે. હોમગ્રોન બ્રાન્ડ બોલ્ટ ઓડિયોએ ભારતમાં તેની નવી સ્માર્ટવોચ તરીકે ડ્રિફ્ટ પ્લસ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ખાસ કરીને એવા કસ્ટમર્સ માટે લોન્ચ કરી છે, જેઓ ઓછી કિંમતની કોલિંગ વોચ ઇચ્છે છે. ચાલો તેની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.
Boult Audio Drift Plus: ફીચર્સ
બોલ્ટ ઓડિયો ડ્રિફ્ટ પ્લસ સ્ક્વેર ડાયલ સાથે ઝીંક એલોય ફ્રેમ અને જમણી બાજુએ એક ફિઝીકલ બટન સાથે આવે છે. તે IP68 રેટેડ વોટર રેઝિસ્ટન્ટ છે. આ સ્માર્ટવોચમાં HD રિઝોલ્યુશન અને 500 nits પીક બ્રાઇટનેસ સાથે 1.85-ઇંચની મોટી ડિસ્પ્લે છે. હેલ્થ-ફીચર્સની દ્રષ્ટિએ, બોલ્ટ ઓડિયો ડ્રિફ્ટ પ્લસ હાર્ટ રેટ મોનિટર, SpO2 સેન્સર, સ્લીપ ટ્રેકર અને પીરિયડ ટ્રેકરથી સજ્જ છે. તે સેન્ડેટરી અને હાઇડ્રેશન રીમાઇન્ડર્સ સાથે પણ આવે છે. આમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ સપોર્ટેડ છે.
બોલ્ટ ઑડિયો ડ્રિફ્ટ પ્લસ બ્લૂટૂથ દ્વારા વૉઇસ કૉલિંગ માટે બિલ્ટ-ઇન માઇક અને સ્પીકર ધરાવે છે. તેમાં વોઈસ આસિસ્ટન્ટ માટે પણ સપોર્ટ છે. કંપનીનો દાવો છે કે આ વોચ એક વાર ચાર્જ કરવા પર 7 દિવસ સુધીની બેટરી લાઈફ આપે છે. સ્માર્ટવોચ મ્યુઝિક અને કેમેરા કંટ્રોલ, હવામાન અપડેટ્સ, નોટિફિકેશન્સ, માય ફોન સર્ચ જેવા અનેક ઉપયોગી ફિચર્સથી સજ્જ છે. તે બિલ્ટ-ઇન મિની-ગેમ્સ સાથે પણ આવે છે.
Boult Audio Drift Plus: કિંમત
Boult Audio Drift Plusની કિંમત 1,499 રૂપિયા છે. તેને ટેન, આઈસી બ્લુ, જેટ બ્લેક, બ્લેક કોફી, ડેનિમ બ્લુ અને સ્નો લેધર કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચ બ્રાન્ડ ની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપ કાર્ટ પરથી ખરીદી શકાય છે.