ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બેઠક બાદ એકાએક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા.
ગુજરાતની તમામ જેલોમા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસ ભવનમાં બે કલાકથી વધુ સમય સુધી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મિટિંગ ચાલી જેમાં મોટાભાગના સિનિયર આઇપીએસ સહિત ગૃહ સચિવ પણ હાજર હતા. ગુજરાતની તમામ જેલોમાં દરોડા ચાલુ છે, અનેકના પટ્ટા ઉતરી જાય તો નવાઇ નહી. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર સહિતની જેલો પર દરોડા પડ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર છે. તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે અંદર તપાસ કરી રહી છે.