નવી દિલ્હી
દેશમાં પ્રોવિડન્ડ ફંડ ધારકો માટે સારા સમાચાર છે, વર્ષ 2021-22 માટે પ્રોવિડન્ટ ફંડ ઉપર 8.15% વ્યાજ મળશે જે ગત વર્ષે 8.10% હતું આજે પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટી બોર્ડ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે 6 કરોડ પ્રોવિડન્ટ ફંડ ધારકોને ચાલુ નાણાકીય વર્ષની બચતમાં વધુ વ્યાજ મળશે. કેન્દ્ર સરકારે આ નવા વ્યાજદરને મંજૂરી આપી છે.






