માફિયા અતીક અહેમદના ભાઈ અશરફ અહેમદને બરેલી જેલમાં લાવવામાં આવ્યો છે. અશરફનો દાવો છે કે, જેલના એક અધિકારી દ્વારા તેમને બે અઠવાડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે અધિકારીએ તેમને કહ્યું કે, બે અઠવાડિયામાં તેમને કોઈક બહાને જેલમાંથી બહાર લઈ જવામાં આવશે અને રસ્તામાં જ…. આ સાથે તેણે કહ્યું કે, તેની સામેના તમામ આરોપો ખોટા છે. તેમને તેમના પરિવાર અને ઉત્તર પ્રદેશ સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.
અશરફ અહેમદનું કહેવું છે કે, એક વરિષ્ઠ અધિકારીએ તેમને ધમકી આપી છે. જોકે તેણે નામ આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે, તે રોઝા કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તેને બીજી જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને રસ્તામાં ખાવા માટે કંઈ આપવામાં આવ્યું ન હતું. અતીકનું કહેવું છે કે જો તેને મારી નાખવામાં આવશે તો તે તે અધિકારીનું નામ એક બંધ પરબીડિયામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ અને મુખ્યમંત્રીને મોકલી આપશે. માગણી કરતાં તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે તપાસ કરવી જોઈએ.