ભારત સરકારે મંગળવારે નકલી અને ખરાબ ક્વોલિટીની દવાઓના નિર્માણ માટે 18 ફાર્મા કંપનીઓના લાઈસન્સને રદ કર્યા છે. આ કંપનીઓને મેન્યુફેકચરિંગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ કાર્યવાહી નકલી દવાઓ અને ખરાબ ગુણવતાવાળી દવાઓ બનાવનારી ફાર્મા કંપનીઓની વિરુદ્ધ કાર્યવાહી અંતર્ગત કરવામાં આવી છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ દવા કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં અચાનક જ તપાસ કરી અને પછી આ કાર્યવાહી કરી. નકલી દવાઓનું નિર્માણ કરતી ફાર્મા કંપનીઓ પર કડક કાર્યવાહી ચાલી રહી છે. લગભગ 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિમાચલમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્યપ્રદેશમાં 23 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. લગભગ 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે.