દેશમાં સતત વધી રહેલા કોવિડ કાળમાં હવે નવા 2021ના સમયમાં કોવિડ જયારે તેના પીક બાદ વળતા સ્તરે હતો તે રેકોર્ડ તોડતા નવી ઉંચાઈએ આવતા પુરા દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતો જાય છે અને ગઈકાલે કોરોનાના 6050 નવા કેસ નોંધાતા છેલ્લા 203 દિવસનો રેકોર્ડ તૂટયો છે અને દેશમાં કોવિડના એકટીવ કેસ વધીને 28303 નોંધાયા છે. છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બરમાં 6298 કેસ હતા
છેલ્લા ચાર દિવસમાં કોરોનાના કેસ 100 ટકા વધી ગયા છે. છ એપ્રિલના 5335 કેસ નોંધાયા હતા જેમાં તા.7ના રોજ 6050 કેસ નોંધાયા છે પરંતુ મૃત્યુઆંક ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં ત્રણ, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે જયારે ગુજરાત સહિત છ રાજયોમાં એક-એક મૃત્યુ નોંધાયું છે.
બીજી તરફ કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષપદ હેઠળની તમામ રાજયોના આરોગ્યમંત્રીઓની બેઠક મળી હતી. તેમાં આગામી સમયમાં નવા કેસ વધી શકે તે જોતા તમામ રાજયોને એલર્ટ રહેવા જણાવ્યું હતું. માંડવીયાએ જણાવ્યું કે રાજયો ટેસ્ટ પર ખાસ જોર આપે જેનાથી વધતા જતા સંક્રમણની ચિંતા કરી શકે છે તથા જીનોમ સિકવન્સના આધારે કોરોનાના વેરીએન્ટ અંગે પણ જાણકારી મેળવી શકે. બીજી તરફ કોવિડ કેસમાં વધારા બાદ પોંડીચેરીમાં જાહેર સ્થળોએ માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યા છે અને લોકોને કોરોના પ્રોટોકોલનુ પાલન કરવા પણ જણાવ્યુ છે.



