Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પાણી પીવડાવીને પારણા કરાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 12:30:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નીટ પેપર લીકના વિરોધમાં આંદોલન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ્ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે મધ્ય રાત્રિ બાદ પોતાના 26 દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે પોતાના અનશન સમેટ્યા હતા.
હોસ્પિટલના રૂમમાંથી સામે આવેલા દ્રશ્યોમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વાંગચુકને પથારીમાં બેઠા થવામાં મદદ કરી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેમને કપમાંથી પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા. આ ક્ષણે વાંગચુકના પત્ની ગીતાંજલિ અંગમો પણ તેમની સાથે હાજર રહ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ મંત્રીઓ જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ વાંગચુકને મળવા પહોંચ્યા હતા.
ઉપવાસ તોડ્યા બાદ તુરંત જ સોનમ વાંગચુકે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું કે કેન્દ્ર સરકાર સાથેની ‘લાંબી વાટાઘાટો’ અને દેશમાં આંદોલન હિંસક સ્વરૂપ ન લે તે હેતુથી તેમણે આ નિર્ણય લીધો છે.તેમણે જણાવ્યું કે જુદા જુદા રાજકીય પક્ષોના 65 જેટલા સાંસદોએ તેમની મુલાકાત લીધી હતી અથવા તો ઉપવાસ છોડવા માટે અપીલ કરી હતી.ઘણી શરતો પર લાંબી વાટાઘાટો થયા પછી અને દેશમાં સંભવિત હિંસાને ધ્યાનમાં રાખીને મેં ઉપવાસ તોડ્યા છે. હું ટૂંક સમયમાં એક અલગ વિડિયોમાં આ શરતો વિશે વિગતવાર સમજાવીશ.તેમણે પોતાના સમર્થકોને સતર્ક રહેવા અને આંદોલનમાં કોઈપણ પ્રકારની હિંસા ન થવા દેવા વિનંતી કરી હતી.આ ઘટનાક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વાંગચુકના ઝડપી સ્વાસ્થ્ય સુધારાની કામના કરી હતી અને તેમને ડૉક્ટરોની સલાહ મુજબ પોતાનું જૂનું વજન ઝડપથી પુનઃપ્રાપ્ત કરવા વિનંતી કરી હતી.

Tags: indianaddasonam wangchuk fast broken
Previous Post

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

July 24, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

July 24, 2026
કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોના નેતાઓની રાહુલ ગાંધીના નિવાસે બેઠક યોજાઈ
તાજા સમાચાર

કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોના નેતાઓની રાહુલ ગાંધીના નિવાસે બેઠક યોજાઈ

July 24, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.