Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

દુકાન તોડી નાખવાની ધમકી આપી, ત્રાસ ગુજારતા ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 12:05:52
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા શહેરના ધાવડી ચોક ખાતે પી.એમ. સોપારી નામની હોલસેલ દુકાન ચલાવતા જુનેદશા મંશુરશા પઠાણ (ઉ.વ.૨૬) અને તેમના પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કરી ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ ગત તા. ૮ જુલાઈના રોજ મહુવાના હેન્ડલનગર ખારામાં રહેતા અસ્લમ ઉર્ફે દાતરડી અને આફતાબ કાળવાતરે ઇકો ગાડી જોવાના બહાને જુનેદશાને આઈ.ટી.આઈ. પાછળ બાવળની કાટમાં લઈ જઈ મફતમાં સોપારી આપવા દબાણ કરી મૂઢ માર માર્યો હતો. જોકે, ડરના કારણે યુવાને ત્યારે ફરિયાદ નોંધાવી ન હતી.ત્યારબાદ ૨૨ જુલાઈના રોજ બપોરે દોઢ વાગ્યે આરોપી અસ્લમ, આફતાબ અને તેનો ભાઈ સલમાન ઈકબાલભાઈ કાળવાતર ધાવડી ચોક ખાતેની દુકાને ધસી આવ્યા હતા. ત્યાં હાજર જુનેદશાના પિતા મંશુરશા અને ભાઈઓ પાસે મફતમાં સોપારી માંગી હતી. “ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે” તેમ કહી ભાઈ સોહીલભાઈને મૂઢ માર માર્યો હતો અને દુકાન તોડી નાખવાની ધમકી આપી હતી. આ ત્રાસથી કંટાળીને અંતે વેપારી પરિવારે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: davatmahuwasopari
Previous Post

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

Next Post

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

જસવંતપુર પ્રા. શાળાના ડૉ .પ્રણવભાઈ રાજ્યગુરુની પાઠ્યપુસ્તક મંડળમાં કન્વીનર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી

જસવંતપુર પ્રા. શાળાના ડૉ .પ્રણવભાઈ રાજ્યગુરુની પાઠ્યપુસ્તક મંડળમાં કન્વીનર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.