રશિયાની મિસાઈલોએ પૂર્વ યુક્રેનના સોલ્વિયાંસ્ક શહેરમાં તબાહી મચાવી દીધી છે. મિસાઇલ હુમલામાં શહેરના રહેણાંક વિસ્તારોમાં 8 લોકોના મૃત્યુ થયા છે. મીડિયા રિપોર્ટ્સે ડોનેટ્સ્ક ક્ષેત્રના ગવર્નર પાવ્લો કિરિલેન્કોને ટાંકીને કહ્યું છે કે, 7 રશિયન S-300 મિસાઇલોને બખ્મુત શહેરના પશ્ચિમમાં આવેલા સ્લોવિયાંસ્કમાં ફેંકવામાં આવી હતી. તે યુક્રેની ફ્રન્ટ લાઇન પર યુદ્ધનું સૌથી મોટું સ્થળ હતું.
યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા વધુ ખતરનાક બની રહ્યું છે. રશિયાએ યુક્રેન પર મોટો મિસાઈલ હુમલો કર્યો છે. રશિયાની મિસાઈલોએ પૂર્વ યુક્રેનના સોલ્વિયાંસ્ક શહેરમાં તબાહી મચાવી દીધી છે. મિસાઇલ હુમલામાં 8 લોકોના મોત થયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગવર્નર પાવ્લો કિરિલેન્કોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 21 લોકો ઘાયલ થયા છે અને આઠના મોત થયા છે. ટ્વિટર પર યુક્રેનિયન પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ એક યુવકનું એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે એક બિલ પર હસ્તાક્ષર કર્યા પછી આ હુમલો થયો છે, જે સૈન્યમાં નાગરિકોની ભરતી કરવાનું સરળ બનાવશે.





