Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં એક વર્ષમાં જ સાયબર બુલીંગ, એકસટ્રોશન સામે 26000થી વધુ ફરિયાદ

ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર હજારો એકાઉન્ટ બ્લોક કરાવ્યા: 200થી વધુ લોન શાર્ક-એપ પ્લેસ્ટોર્સ પરથી હટાવાયા

cradmin by cradmin
2023-04-17 11:38:36
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સોશ્યલ મીડીયાએ બે ધારી તલવારમાં તમો લાઈક અને કોમેન્ટ તથા શેરીંગ અને વ્યુઅરશીપથી કમાણી પણ કરી શકો છો અને આ સોશ્યલ મીડીયા કોઈને આત્મહત્યા ભણી પણ દોરી જાય છે. જાન્યુઆરી માસમાં સોશ્યલ મીડીયા મારફત ‘સેકસટ્રોશન’નો શિકાર બનેલા 21 વર્ષના એક યુવકે છેલ્લે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાતની તૈયારી પણ કરી લીધી હતી પણ તેને અચાનક જ સદબુદ્ધિ સુઝી અને 1930 પર ડાયલ કર્યુ. જે હેલ્પલાઈને તેને ઉગારી લીધો અને તેણે વ્યથા કહી છે તે સેકસ ખંડણીનો શિકાર બન્યો હતો.
ન્યુડ વિડીયો કોલમાં ફસાયા બાદ તેની પાસે પહેલા રૂા.30000 મંગાયા જે તેની પાસે હતા જ નહી. તુર્ત જ સીઆઈડી-ક્રાઈમની સાયબર બ્રાન્ચે આ યુવકને ફસાવનારને ઝડપી લેવા જાળ બીછાવી તથા તેને આ ખંડણીની વાતચીતમાં વ્યસ્ત રાખી આરોપીને ઝડપી લીધા.
આ પ્રકારે ‘સાયબર બુલીંગ’માં ફકત યુવા નહી વૃદ્ધો પણ ફસાય છે અને મોટાભાગના ગુપચુપ બ્લેકમેઈલનો શિકાર બને છે તથા આ પ્રકારે બુલીંગ કરનારને પણ તે નગ્ન વિડીયો વાયરલ કરવાનો કોઈ ઈરાદો હોતો નથી. કારણ કે તેનાથી તમોને ભાગ્યે જ કોઈ ફાયદો છે પણ તેમનો હેતુ નાણા પડાવવાનો હોય છે અને છેલ્લા એક વર્ષમાં આ રીતે 26000થી વધુ નેટીઝન સાયબર બુલીંગનો ભોગ બન્યો છે અને ફરિયાદો નોંધાવી છે પણ ફરિયાદ નહી નોંધાવવા અને ગુપચુપ નાણા ચૂકવી આપનારની સંખ્યામાં અનેક ગણી વધુ હોઈ શકે છે.
ગુજરાત પોલીસ સાયબર સેલના ડીવાયએસપી સી.એમ.ટાંક ના જણાવ્યા મુજબ 2484 સીમકાર્ડ જે આ પ્રકારના ક્રિમીનલોએ ઉપયોગમાં લીધા છે તે પણ બ્લોક કરાવાયા છે પણ જેમાં મોબાઈલ એપ. પરથી લોન લે છે પછી જે રીતે લોન-શાર્કનો શિકાર બને છે. તેની ચિંતા પણ સાયબર સેલ કરે છે. આ પ્રકારે એક એપ પરથી ફકત રૂા.5000ની લોન લેનાર મહિલાને પછી તેની મધરાતે પણ ઓનલાઈન સતામણી થતી હતી પણ સાયબર સેલ મદદે આવ્યુ અને પછી કદી આ કોલર તેને ફોન કરતો નથી.
આ પ્રકારના સાયબર બુલીંગનો શિકાર બન્યા હોય એવો માટે ‘1930’ હેલ્પલાઈન પણ છે જયાં તેઓ ફરિયાદ નોંધાવી શકો છો અને તેમની તમામ માહિતી સુરત જ રહે છે. આ જ પ્રકારે બોગસ એપ્લીકેશન ચલાવનાર પણ સાયબર સ્ટોકીંગ (છેડતી) કે પછી અન્ય રીતે ઓનલાઈન પરેશાનીનો ભોગ બનનાર પણ ‘1930’ પર ફરિયાદ કરી શકે છે અને સાયબર સેલ ફકત જેને સાયબર ક્રિમીનલ સામે એકશનથી સંતોષ માનતું નથી તે આ પ્રકારના સોશ્યલ મીડીયા એકાઉન્ટ બ્લોક કરવાની ફરજ પણ પાડે છે અને સાયબર સેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર 4319, ફેસબુક પર 2271 એકાઉન્ટ બંધ કરાવ્યા છે. બોગસ લોનના 243 એપ. પણ પ્લેસ્ટોર્સમાંથી હટાવવા ફરજ પાડી છે તથા 33 જેટલા વોટસએપ ગ્રુપ પણ બંધ કરાવ્યા છે. આ પ્રકારની વેબસાઈટ પણ બ્લોક કરી છે.

Previous Post

ભટિંડા મિલિટરી સ્ટેશનમાં સાથી ગનરે જ 4 જવાનો પર ગોળીબાર કર્યો હતો

Next Post

બર્થડે પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ: 6 સગીરોના મૃત્યુ

cradmin

cradmin

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
બર્થડે પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ: 6 સગીરોના મૃત્યુ

બર્થડે પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ: 6 સગીરોના મૃત્યુ

હવે  સીમકાર્ડ વેચનારા માટે થશે પોલીસ વેરીફીકેશન ફરજીયાત

હવે સીમકાર્ડ વેચનારા માટે થશે પોલીસ વેરીફીકેશન ફરજીયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.