Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડમી કાંડમાં પી.એસ.આઈ.સંજય પંડ્યા અને અક્ષર બારૈયાની ધરપકડ

સંજય પંડ્યા મારફત પરીક્ષા પાસ કરી અક્ષર બારૈયાએ ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજમાં નોકરી પણ મેળવી લીધી : સમગ્ર મામલે એસ.આઈ.ટી.ની સઘન તપાસ

cradmin by cradmin
2023-04-17 14:02:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૧૭

ભાવનગરમાંથી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડને ઉજાગર કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કૌભાંડની તપાસ માટે નીમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( એસ.આઈ.ટી. ) એ તપાસનો ધમધમાટ શરૂ કરી ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવી સરકારી ઇજનેરી કોલેજમાં નોકરી મેળવી લેનાર અક્ષર બારૈયા અને અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર પી.એસ.આઈ.સંજય પંડ્યાની ધરપકડ કરી બન્નેની પૂછપરછ શરૂ કરી છે.

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેમજ સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડીને ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરી ભરતનગર પોલીસ મથકમાં આ કૌભાંડમાં સંડોવાયેલા ૩૬ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટેશન ટીમની રચના કરવામાં આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસનો ધમધમાટ હાથ ધરી ડમી ઉમેદવાર મારફત પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવનાર અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. તેમજ અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર કરાઇ એકેડેમીમાં પી.એસ.આઇ. ની તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાને પણ હસ્તગત કરી તપાસ હાથ ધરી છે.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના હાથે ઝડપાયેલ આરોપી અક્ષર બારૈયા એ પી.એસ.આઈ. સંજય પંડ્યાના માધ્યમથી બિન સચિવાલયની પરીક્ષા પાસ કર્યા બાદ છેલ્લા એક મહિનાથી ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું છે.

સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમે અક્ષર બારિયાની પૂછપરછ હાથ ધરી તેના રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે તેમજ પરીક્ષામાં પાસ થવા માટે કઈ રીતે વહીવટ કર્યો તે સહિતની વિગતો જાણવા એસ.આઈ.ટી. દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

સંજય પંડ્યાએ ડમી તરીકે ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી

ભાવનગરમાં પકડાયેલ કાંડમાં કરાઈ એકેડેમી ખાતે પી.એસ.આઇ.ની તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાનું નામ ખુલ્યું છે. આ મામલે તપાસ કરી રહેલી એસ.આઇ.ટી.એ અક્ષર બારૈયા નામના શખ્સની ધરપકડ કરી અક્ષર બારૈયાની જગ્યાએ પી.એસ.આઇ. સંજય પંડ્યા એ પરીક્ષા આપી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની કરાઈ એકેડમી ખાતેથી અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યાએ ત્રણ જેટલી પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૨ માં ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ૩ ની પરીક્ષા, ઉપરાંત સેનેટરી ઇન્સ્પેક્ટ ની પરીક્ષા પણ આપી હોવાનું ખુલ્યું છે. આ ત્રણેય પરીક્ષાઓમાં પાસ થયેલા ઉમેદવારોને સરકારી નોકરી મળી હોવાનું પણ ખુલવા પામ્યું છે. એસ.આઇ.ટી દ્વારા સંજય પંડ્યામાં મોબાઇલની કોલ ડીટેલ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કવાયત હાથ ધરવાની સાથોસાથ સંજય પંડ્યાને ભાવનગર લાવી પૂછપરછ હાથ ધરી છે.

 

ડમી કાંડ મામલે ગૃહમંત્રીએ તાકીદની બેઠક બોલાવી

ભાવનગરમાં ઝડપાયેલ ડમીકાંડ મામલાની રાજ્યના ગૃહ વિભાગે પણ ગંભીર નોંધ લીધી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યનો ગૃહ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. આ સમગ્ર મામલે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર પણ ઉપસ્થિત હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા નીમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે, ત્યારે આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને આ કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી કે ટીમની રચના કરવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

Previous Post

અધેવાડામાં આખલાએ બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું

Next Post

મીના કુમારી તેમના પતિના પ્રતિબંધોથી પરેશાન હતી, તે શ્વાસ રૂંધાઈને જીવી અને પછી દર્દનાક મૃત્યુ થયું

cradmin

cradmin

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
મીના કુમારી તેમના પતિના પ્રતિબંધોથી પરેશાન હતી, તે શ્વાસ રૂંધાઈને જીવી અને પછી દર્દનાક મૃત્યુ થયું

મીના કુમારી તેમના પતિના પ્રતિબંધોથી પરેશાન હતી, તે શ્વાસ રૂંધાઈને જીવી અને પછી દર્દનાક મૃત્યુ થયું

જ્યારે સલમાનના કારણે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી- ત્યારે શાહરૂખ ખાને માફી માંગી હતી

જ્યારે સલમાનના કારણે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી- ત્યારે શાહરૂખ ખાને માફી માંગી હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.