યમનની રાજધાની સનામાં મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 85 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. હૂતી વિદ્રોહીના સત્તાવાર મીડિયાએ ગુરુવારે આ જાણકારી આપી છે.
યમનમાં ઈરાન-સમર્થિત હૂતી આંદોલન દ્વારા ચલાવવામાં આવેલા રહેલા મુખ્ય ટેલીવિઝન સમાચાર આઉટલેટ અલ સમીરાહ ટીવીએ સનામાં સ્વાસ્થ્ય નદેશકનો હવાલો આપતા જણાવ્યું કે, મૃતકો ઉપરાંત કેટલાય લોકો ઘાયલ થયા છે.
હૂતી નિયંત્રિત આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, રમઝાનના અંતિમ દિવસોમાં વેપારીઓ દ્વારા ઝકાત વહેંચવા દરમ્યાન ભાગદોડ મચી ગઈ હતી. પ્રવક્તાએ આ ઘટનાને દુખદ ગણાવી હતી.
જકાત એક પ્રકારે ધર્માર્થ દાન હોય છે. દરેક સક્ષમ મુસ્લિમ માટે દર વર્ષે પોતાની જમા કુલ સંપત્તિમાંથી અઢી ટકા ભાગ જકાત તરીકે ગરીબોમાં વહેંચવાનું ફરજિયાત છે. સમાચાર એદન્સી રોયટર્સે બચાવના પ્રયાસમાં સામેલ બે પ્રત્યક્ષદર્શીઓના હવાલેથી જણાવ્યું કે, આ જકાતમાં એક સ્કૂલમાં સૈંકડો લોકો જમા થયા હતા. દર વ્યક્તિને 5000 યમની રિયાલ અથવા ભારતીય મુદ્રામાં કહો તો, લગભગ 1500 રૂપિયા મળવાના હતા.





