Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્વ એસ કે વાઘાણી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા

ભાવનગરના 301માં સ્થાપના દિનની ત્રિ દિવસીય ભવ્ય ઉજવણી

cradmin by cradmin
2023-04-20 17:21:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

22 ,23, 24 એપ્રિલ ભાવનગરના આંગણે વેવિધ્યસભર રંગદર્શી કાર્યક્રમો સાથે થશે ભાવસભર ઉજવણી


કલા અને સાંસ્કૃતિક નગરી અને જેને ભાવસભર કહેવામાં આવે છે તેવા ભાવનગરના 301માં સ્થાપના દિનની ઉજવણી ‘ભાવનગર કાર્નિવલ- 2023’ યોજાશે. ભાવનગરના આંગણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો તથા ભાવનગરનું નામ રોશન કરનાર કલા સંસ્થાઓ અને કલાકારોની પ્રસ્તુતિ તથા અન્ય કાર્યક્રમ, ઉજવણી સાથે આ કાર્નિવલને ઉજવવા માટે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


આ અંગે માહિતી આપતા ભાવનગર જન્મોત્સવ સમિતિના સંયોજક ડૉ. ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 22, 23 અને 24 એપ્રિલ શનિ ,રવિ અને સોમવારે ભાવનગર કાર્નિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણીનો વિચાર બીજ જેમનો છે અને સમગ્ર આયોજન જેમના માર્ગદર્શન હેઠળ થતું આવ્યું છે તેવા આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને આ સમિતિ નિમિત્ત માત્ર છે જ્યારે આ કાર્નિવલ સમગ્ર ભાવનગરવાસીઓનો છે. આ કાર્નિવલ પ્રજાવત્સલ- પ્રાત સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સ્મરણાંજલિરૂપે પણ કહી શકાય અને તેથી જ કાર્નિવલના પ્રથમ દિવસે ૨૨ એપ્રિલને શનિવારે રાજવી પરિવારના સમાધિ સ્થળ, મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ યોજાશે. આ જ દિવસે કલા કેન્દ્ર ભાવનગર યુનિવર્સિટી દ્વારા રાજવી પરિવારના સમાધિ સ્થળની દિવાલ પર ગરિમાપૂર્ણ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાશે. સાંજે ૭ કલાકે દરબારી કોઠાર નજીક આવેલા અને ભાવનગર રાજ્ય જેટલા જ પૌરાણિક એવા વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. કાર્નિવલના મુખ્ય સ્થળ બોરતળાવ- કૈલાસ વાટિકાના મુખ્ય રંગમંચ પર સાંજે ૭/૩૦થી ભલા મોરી રામા ફેઈમ અરવિંદ વેગડા, દેવાંશી શાહ અને તેની ટીમનો ગીત સંગીતનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ પૂર્વે કાર્નિવલ -૨૦૨૩નુ વિધિવત્ ઉદ્ઘાટન મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.


પ્રતિ વર્ષ જે રીતે લોકો આ જન્મોત્સવમાં જોડાતા હોય છે તે જ રીતે આ ઉજવણીમાં આ વર્ષે પણ સહભાગી થાય તેવી આશા સાથે અમે સહર્ષ આમંત્રણ પાઠવીએ છીએ તેમ જણાવી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ ઉજવણીમાં રાજવી પરિવારના સભ્યો પણ આપણી સાથે જોડાવાના છે. ૨૩ એપ્રિલ રવિવારે સાંજે ૭/૩૦થી કૈલાસ વાટિકા ખાતે સુખ્યાત કલાકાર જીજ્ઞેશ કવિરાજ, ઉર્વશીબેન રાદડિયા, સુખદેવ ધામેલીયા અને સાથી કલાકારો લોક સાહિત્ય, લોક સંગીત અને હાસ્ય રસની રમઝટ બોલાવશે.


તા. ૨૪ને સોમવારે ભાવેણાનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર કલા સંસ્થાઓ કલાપથ,કલા દર્પણ ડાન્સ અકાદમી, કલા ક્ષેત્રની કૃતિઓ, સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભવ્ય નૃત્ય નાટિકા સહિતની કૃતિઓ અને સંગીત ક્ષેત્રે જેમણે ઉંચાઈઓ હાંસલ કરી છે તેવા સ્વાતિ પાઠક, શ્યામલ મહેતા, શ્યામ મકવાણા, ભૂમિ મહેતા વગેરેના સ્વર અને ડૉ. નિરવ પંડ્યા,વિહિત પાઠક, શરદ પરમાર, શુભમ્ ભટ્ટી,પરિત પરમારની સાજ સંગત અને કલાપી પાઠકના સંકલનમાં હિન્દી ગુજરાતી ગીતોનો રસથાળ પ્રસ્તૃત થશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક મિતુલ રાવલ કરશે.
આ ત્રણેય દિવસ બોરતળાવ- કૈલાસ વાટિકા ખાતે ભવ્ય રોશની, એલસીડી સ્ક્રીન પર તમામ કાર્યક્રમોની પ્રસ્તુતિ અને રાહત દરે ખાણી પીણીના સ્ટોલ પણ પ્રતિ વર્ષની પરંપરા મુજબ રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ મુખ્ય સંયોજક ડૉ. ગીરીશભાઈ વાઘાણી તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Previous Post

કલ્પના અને રંગો દ્વારા બાળકોએ કાગળ પર ઉતાર્યા મેઘ ધનુષ

Next Post

કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ

કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ

નરોડા હત્યા કેસના ચુકાદાને ફરિયાદી હાઈકોર્ટમાં પડકારશે

નરોડા હત્યા કેસના ચુકાદાને ફરિયાદી હાઈકોર્ટમાં પડકારશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.