રાજધાની દિલ્હીની સાકેત કોર્ટ સંકુલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીની એક મહિલા ઘાયલ થઈ હતી. જો કે ગોળીબારનો અવાજ સાંભળીને દિલ્હી પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે મહિલા આજે પોતાનું નિવેદન આપવા કોર્ટમાં પહોંચી હતી. તે મહિલા એકલી આ કેસમાં સાક્ષી છે અને નિવેદન આપવા કોર્ટમાં પહોંચી આ દરમિયાન તેને ગોળી વાગી હતી. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.