WHOએ માહિતી આપી છે કે પંજાબની QP ફાર્માકેમ લિમિટેડ કંપની આ કફ સિરપ બનાવે છે. કંપનીએ અન્ય દેશોમાં વિતરણ માટે હરિયાણા સ્થિત ટ્રિલિયમ ફાર્મા નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ મામલે આ બંને કંપનીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
આ મેડિકલ એલર્ટમાં WHOએ એ નથી જણાવ્યું કે ભારતમાં બનેલા કફ સિરપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ. પરંતુ WHO માને છે કે તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. જો કે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે WHOનો ઈમેલ મળ્યા બાદ હરિયાણા અને પંજાબ સરકારોને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.
WHOએ માહિતી આપી છે કે પંજાબની QP ફાર્માકેમ લિમિટેડ કંપની આ કફ સિરપ બનાવે છે. કંપનીએ અન્ય દેશોમાં વિતરણ માટે હરિયાણા સ્થિત ટ્રિલિયમ ફાર્મા નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ મામલે આ બંને કંપનીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. WHOએ તમામ સભ્ય દેશોને આ કફ સિરપનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. WHOનું કહેવું છે કે આ બંને કંપનીઓએ WHOને કફ સિરપની સુરક્ષા અને ગુણવત્તા અંગે કોઈ ગેરેંટી આપી નથી.






