બિહારના DyCM તેજસ્વી યાદવ વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. રાહુલ ગાંધી બાદ હવે બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતીઓનાં અપમાનને લઈ બિહારનાં નાયબ મુખ્યમંત્રી વિરુધ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ અરજદાર હરેશ પંડ્યાએ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ છે.
નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ મોદી સરનેમને લઈ આપેલ નિવેદનને લઈ ફરિયાદ નોંધાયા બાદ તેમને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા આપવામાં આવેલ છે.


