જો આપ પણ બસમાં ઈયરફોન અથવા હેડફોન લગાવ્યા વિના ગીતો સાંભળી રહ્યા છો તો આવી આદતને સુધારી લેજો. આવું નહીં કરવા પર આપને 5000 રુપિયાનો દંડ પણ લાગી શકે છે. એટલું જ નહીં ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે. મુંબઈ લોકલ બસથી મુસાફરી કરતા હશો, તો આપે હેડફોન સાથે રાખો, બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાંસપોર્ટે મુસાફરોને મોબાઈલ ફોનને સ્પિકર પર વીડિયો જોવા અને ગીતો વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં મુસાફરો ઊંચા અવાજે વાતો પણ નહીં કરી શકે.
બેસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સર્કુલરમાં કહેવાયું છે કે, ડેસિબલ લેવલને નિયંત્રણમાં રાખવાનો ઉપાય કર્યો છે. પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બેસ્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, કો-પેસેન્જરને અસુવિધા ન થાય, તેના માટે સિટી સિવિક ટ્રાંસપોર્ટ બોડીએ આ નિર્ણય લીધો છે. નોટિફિકેશનમાં કહેવાયું છે કે, જો કોઈ મુસાફર આ નિયમનું પાલન નહીં કરવા પર પકડાશે તો બોમ્બે પોલીસ અધિનિયમની કલમ 38 અને 112 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ અંતર્ગત દોષિત ઠરનારા વ્યક્તિને 5 હજાર રૂપિયા અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, ડ્રાઈવર અને કંડક્ટર જ નહીં, ઘણા મુસાફરો પણ ફરિયાદ આવી હતી કે, અમુક મુસાફરો બસોમાં મોબાઈલને સ્પિકર ઓન કરીને ગીતો સાંભલતા અથવા વીડિયો જોતા હોય છે. તો વળી અમુક મુસાફરો ફોન પર જોર જોરથી વાતો કરતા હોય છે. તેનાથી ખૂબ જ ઘોંઘાટ થાય છે અને સહયાત્રીઓ પરેશાન થાય છે. મુસાફરોની ફરિયાદ પર બેસ્ટે નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ લગાવી દીધો છે. મોબાઈલ ફોન પર ઊંચા અવાજે ગીતો સાંભળવા પર મુસાફરોમાં ઝઘડા પણ થાય છે.






