Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક ચાલકની છરીનો ઘા ઝીંકી હત્યા

બપોરના સમયે ઘર પાસે ટ્રક રોડ વચ્ચે મુકવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી વીજપડીના બે સગા ભાઈઓએ યુવકની કરી હત્યા

aaspassdaily by aaspassdaily
2023-04-29 12:38:19
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૨૯

મહુવાના માર્કેટિંગ યાર્ડ પાછળ ડુંગળી ભરેલો ટ્રક ખાલી કરાવી રહેલા વીજપડી ગામના યુવાનની તેના પાડોશી શખ્સે ગઈ કાલ બપોરના સમયે ઘર પાસે ટ્રક મુકવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી શખ્સે છરીનો એક ઘા ઝીંકી દઈ હત્યા કરી નાખતા મહુવા પોલીસે બે સગા ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં રહેતા ટ્રક ચાલક મુનાફભાઈ યાસીનભાઈ ચાવડા જાતે સિપાઈ અને તેના ભાઈ વારીસભાઈને તેમની બાજુમાં રહેતા ટ્રક ચાલક અફઝલ મુસાભાઇ પઠાણ સાથે ગઈ કાલે બપોરે શેરીમાં આઈશર ટ્રક રોડ વચ્ચે મુકવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે અફઝલ ધમકી આપી જતો રહ્યો હતો.આ બનાવ બાદ વારીસભાઈ અફઝલના ઘરે જઈને તેના માતા-પિતાને મળીને માફી પણ માંગી આવ્યા હતા.

આ ઘટના બાદ સાંજના સમયે મુનાફભાઈ, તેમનો ભાઈ વારીસભાઈ તથા તેમના મામા રફિકભાઈ ઈસ્માઈલભાઈ સમા ગોરડકા ગામમાંથી ડુંગળી ભરીને મહુવા માર્કેટીંગ યાર્ડ ગયા હતા અને ગત રાત્રીના સમયે માર્કેટિંગ યાર્ડની પાછળના ખેતરમાં લાઈટના અજવાળે ડુંગળી ખાલી કરતા હતા તે સમયે તેમની આગળની લાઈનમાં તેમના પાડોશી અફઝલ મુસાભાઇ પઠાણ અને તેનો ભાઈ નવાજ મુસાભાઇ પઠાણ પણ ડુંગળીનો ટ્રક ખાલી કરાવતા હતા. વારીસભાઈ અને તેના મામા રફીકભાઈ પાણી પીવા માટે થોડી દૂર ગયા તે દરમિયાન અફસલ અને નવાઝે આવીને મુનાફભાઈ સાથે ફરી ગાળા ગાળી અને ઝઘડો કરતા હોય વારીસભાઈ અને તેના મામા ત્યાં દોડી આવ્યા હતા તે દરમિયાન અફઝલે મુનાફભાઈના બંને હાથ પકડી રાખી નવાઝે પાછળના ભાગે છરીનો એક ઘા ઝીકી દેતા મુનફભાઈ બનાવ સ્થળે જ ઢળી પડ્યા હતા.અફઝલે પણ વારીસભાઈને પગના ભાગે ધોકાનો એક ઘા ઝીંકી લીધો હતો.મુનાફભાઈને લોહીલુહાણ હાલતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે વારીસભાઈએ અફઝલ અને નવાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous Post

Stomach Pain: પેટમાં તીવ્ર દુખાવો વારંવાર થાય છે? આ 4 વસ્તુઓની મદદથી સમસ્યા દૂર કરો

Next Post

ભાવનગરમાં સવારે કમોસમી છાટણા વરસ્યા

aaspassdaily

aaspassdaily

Related News

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
ભાવનગર

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

June 24, 2026
જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા
ભાવનગર

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

June 24, 2026
ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …
ભાવનગર

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

June 24, 2026
Next Post
મહુવાના માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક ચાલકની છરીનો ઘા ઝીંકી હત્યા

ભાવનગરમાં સવારે કમોસમી છાટણા વરસ્યા

‘મારુ તો માત્ર બહાનું છે…, વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ’ – બૃજભૂષણે લગાવ્યા આરોપ

'મારુ તો માત્ર બહાનું છે..., વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ' - બૃજભૂષણે લગાવ્યા આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.