Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય એન્જિનિયરોને જાપાન આપશે ટ્રેનિંગ

20 જાપાનીઝ નિષ્ણાતો દ્વારા 1000થી વધુ ભારતીય ટેકનિશિયનને તાલીમ આપવામાં આવશે

cradmin by cradmin
2023-05-04 10:23:45
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં છેલ્લા ઘણા સમયથી બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જાપાનની રેલવે ટેકનિકલ સર્વિસિસ મદદ કરી રહી છે. જાપાન રેલ્વે ટેક્નિકલ સર્વિસિસના 20 નિષ્ણાતોની ટીમ મુંબઈ-અમદાવાદ HSR કોરિડોરના T-2 237 કિમી વાપી-વડોદરા પેકેજ માટે હાઈ-સ્પીડ રેલ ટ્રેક તૈયાર કરવા માટે 1000 ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનને તાલીમ આપી રહી છે.
જાપાનની કંપની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ લાંબા સમય સુધી ટ્રેકને કાર્યક્ષમ બનાવવા માટે બેલાસ્ટ વિના સ્લેબ ટ્રેક બનાવવાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ટ્રેક બનાવવા માટે જાપાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેક બનાવવાની જગ્યાએ માત્ર પ્રશિક્ષિત અને પ્રમાણિત એન્જિનિયરો/ટેકનિશિયન જ કામ કરશે. જાપાન રેલ્વે ટેકનિકલ સર્વિસીસશિંકનસેન એચએસઆર ટેક્નોલોજીના ટ્રાન્સફરમાં પણ મદદ કરશે. રેલ્વે ટ્રેક HSR ટેક્નોલોજી સિસ્ટમથી જ બનાવી શકાય છે. આને બનાવવા માટે, ઉચ્ચ સ્તરની સાથે, ચોકસાઈ પણ જરૂરી છે, જે શિંકનસેનને જ આપવામાં મદદ કરશે.
જાપાની કંપની 15 અલગ-અલગ ટ્રેક પર કામ કરી રહી છે. આ માટે, લોકોને સાઇટ પર મેનેજમેન્ટની પદ્ધતિઓ વિશે તાલીમ આપવામાં આવશે. આ સાઇટ્સ પર ટ્રેક સ્લેબ બનાવવાના કાર્યોમાં કોંક્રિટ ટ્રેક-બેડ બનાવવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો માટે જરૂરી તાલીમ અને આઈડિયા આપવાનું કામ જાપાનીઝ કંપની કરશે. આ માટે સુરત ડેપો ખાતે ત્રણ ટ્રેઇલ લાઇન સાથેની તાલીમની સુવિધા પણ ખાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદથી મુંબઈ 8ને બદલે 3 કલાકમાં પહોંચી જવાશે
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે જાપાની કંપની વતી જણાવ્યું હતું કે, ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે જાપાનીઝ હાઈ સ્પીડ રેલ ટ્રેક સ્લેબ સિસ્ટમ ટેક્નોલોજી શીખવાની આ એક સુવર્ણ તક છે. આ પ્રોજેક્ટમાં 20 જાપાનીઝ નિષ્ણાતો દ્વારા 1000થી વધુ ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનને તાલીમ આપવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ 8ને બદલે 3 કલાકમાં પહોંચી જવાશે. જ્યારે મુંબઈ, થાણે, વિરાર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, કાલુપુર, અમદાવાદ અને સાબરમતી 12 સ્ટેશન હશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર રહેશે, જેમાંથી 133 કિલોમીટર થાંભલાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેના ઉપર બુલેટ ટ્રેન દોડશે. 21 કિમી અંડરગ્રાઉન્ડ અને 7 કિમી અંડર વોટર ટ્રેક પણ હશે.

Previous Post

ભારતવંશીએ દુનિયામાં લહેરાવ્યો પરચમ, અજય બાંગા બન્યાં વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ

Next Post

તલાટી પરીક્ષા માટે શિક્ષકો અને અધ્યાપકોને પણ કામગીરી સોંપવામા આવી

cradmin

cradmin

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
તલાટી પરીક્ષા માટે  શિક્ષકો અને અધ્યાપકોને પણ કામગીરી સોંપવામા આવી

તલાટી પરીક્ષા માટે શિક્ષકો અને અધ્યાપકોને પણ કામગીરી સોંપવામા આવી

અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત

અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.