રાજ્યમાં આગામી 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. કુલ 3,437 ખાલી જગ્યાઓ માટે 17.10 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા તલાટીની એક જગ્યા માટે 251 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. રવિવારે બપોરે 12:30 કલાકે પરીક્ષા યોજાશે.1 કલાકની આ પરીક્ષામાં વિધાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે .1 પરીક્ષા કેન્દ્ર પર કુલ 18 થી 20 કર્મચારીઓ હશે. પરીક્ષા આપવા આપવા આવતા વિધાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્રારા હેલ્પલાઈન નંબર પણ શરુ કરાયો છે.પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે દરેક સેન્ટર CCTV કેમેરાથી સજ્જ રાખવામાં આવશે.આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.