Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી

પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાસને છુટકારો આપ્યો હતો

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:30:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે નીચલી કોર્ટના ઓર્ડરમાં કોઈ જ ખામી નહીં હોવાનું અવલોકન કર્યું છે, જેથી નીચલી કોર્ટના આદેશને માન્ય રાખીને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે.
1996માં બનાસકાંઠા જિલ્લાના પોલીસવડા તરીકેના કાર્યકાળમાં સંજીવ ભટ્ટ પર ખોટો નાર્કોટિક્સ કેસ ઊભો કરવાનો આરોપ છે. આ કેસમાં તેમણે અમુક સાક્ષીઓ બોલાવવાની મંજુરી માગતી અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાક્ષીઓ બોલાવવા અંગેની સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે કાયદાનો દુરુપયોગ કરનારની અરજી સ્વીકારવા પાત્ર નથી. પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાસને છુટકારો આપ્યો હતો. સરકારી સાક્ષી બનાવીને પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાસને છુટકારો આપતાં સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર લાગ્યો હતો. આ મામલે વર્ષ 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. CID ક્રાઈમે પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. એ બાદ પાલનપુર કોર્ટ દ્વારા વ્યાસને સરકારી સાક્ષી બનાવીને 1996ના ડ્રગ કેસમાં છુટકારો આપવાની મંજૂરી આપી હતી.

Previous Post

સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ

Next Post

તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા બે બહેનો કૂદી, ત્રણેયનાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા બે  બહેનો કૂદી, ત્રણેયનાં મોત

તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા બે બહેનો કૂદી, ત્રણેયનાં મોત

હવે સ્કુલ અને યાત્રી બસોમાં ફાયર એલાર્મ થશે ફરજિયાત

હવે સ્કુલ અને યાત્રી બસોમાં ફાયર એલાર્મ થશે ફરજિયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.