સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીકના તળાવમાં કપડાં ધોવા ગયેલી બે સગી બહેનો સાથે બે પિતરાઈ ભાઈઓ પૈકી એક મોટો ભાઈ તળાવમાં ન્હાવા પડતા તેં ડૂબવા લાગ્યો, જેને બચાવવા જતા એક પછી એક બે બહેનો સાથે ત્રણ માસૂમ કિશોર કિશોરીઓના તળાવમાં ડૂબી જતાં ત્રણેયના મોત નિપજતાં ગામમાં અરેરાટી વ્યાપી છે, સ્થાનિક લોકોએ ઊંડા પાણીમાં શોધખોળ કરી ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ચોસણ ગામ નજીક આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતાબેન માંદેવભાઈ રબારી, ભૂમિબેન માંદેવભાઈ રબારી તેમજ પિતરાઈ ભાઈઓ વિષ્ણુભાઈ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયા હતા,જ્યાં વિષ્ણુ અને મહેશ બન્ને ભાઈઓ તળાવના કિનારે પાણીમાં ન્હાતા હતા, જેમાં વિષ્ણુ તળાવના ઉડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો,જેને જોઈ કપડાં ધોઈ રહેલી અસ્મિતાબેન તથા ભૂમિબેન બન્ને બહેનોએ ડૂબતા ભાઈને બચાવવા પાણીમાં પડતા ત્રણેય તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.3 પિતરાઈ ભાઈ બહેનોની એક સાથે અર્થી ઉઠતાં સ્મશાન યાત્રામાં ગમગીની છવાઈ હતી.



