છેલ્લા થોડા દિવસોથી ચક્રવાત મોચાના ભણકારા વાગી રહ્યા છે એવામાં હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા 13 મેની સાંજ સુધીમાં એટલે કે આજ સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે. જો કે આ ચક્રવાતની અસર શુક્રવાર રાતથી જ જોવા મળવાની હતી આવી સ્થિતિમાં હવામાન વિભાગે 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રાજ્ય સરકારોએ તમામ સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.