વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક્ઝામ સુપરવાઇઝર સહિતની જુદી-જુદી પોસ્ટ માટે નોકરી અપાવવાના બહાને 3 ભેજાબાજોએ 15 ઉમેદવારો સાથે 1.67 કરોડ રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અમદાવાદની મહિલા કિંજલ પટેલે નોંધાવેલી ફરિયાદ બાદ નોકરી અપાવવાના બહાને ચાલી રહેલા રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ ઉમેદવારોની બોગસ પરીક્ષા લીધી અને મેડિકલ ચેકઅપ કરવાથી લઈને બોગસ જોઈનિંગ લેટર પણ આપ્યો હતો. ત્યારે આ કૌભાંડમાં હજુ પણ વધુ લોકો સંકળાયેલા હોવાનું અનુમાન છે. ત્યારે સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.