ગુજરાતમાં આપને વધુ એક વખત મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસર લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત આપના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપના ભગવા રંગે રંગાઈ શકે છે.જોકે હજુ સુધી આ મામલે આપ નેતાના નામોનો ફોડ પાડવામાં આવ્યો નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના ગાજયા મેઘ વરસ્યા નહિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ચૂંટણી અગાઉનો માહોલ અને પરિણામ બાદના માહોલમાં જમીન આસમાનનો ફર્ક હતો. બાદમાં આપનું સંગઠન નબડું સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આપને ફરી એક વાર મોટો ઝટકો લાગશે. આપના કેટલાક આગેવાનો આવતીકાલે ધારણ ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરશે. આ અંગે કમલમ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમા આપના નેતાઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. આ સમાચારને લઈ ને રાજકારણમાં નવી ચર્ચા જાગી છે.