Nora Fatehi Movies : નોરા ફતેહીએ કર્યો ખુલાસો, નિર્માતાઓ ફોન કરીને ફિલ્મમાં સોંગ કરવા માટે વિનંતી કરે છે, પણ તે ના પાડી દે છે…
Nora Fatehi Movies : નોરા ફતેહી બોલિવૂડ ફિલ્મોની આઈટમ ક્વીન છે. જે ફિલ્મમાં નોરા પર ફિલ્માવેલુ સોંગ હિટ થશે તે નિશ્ચિત છે. નોરાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે.એક ઇન્ટરવ્યુમાં તેણે કબૂલાત કરી હતી કે તેને નિર્માતાઓ તરફથી પેનિક ફોન આવે છે જેઓ તેમની ફિલ્મોમાં સ્પેશિયલ સોંગ કરવા માંગે છે કારણ કે તેઓ જાણે છે કે ફિલ્મ એટલી સારી નથી. નોરાએ કહ્યું કે તે આવી ઓફરોને ઠુકરાવી દે છે કારણ કે તે માત્ર એક ડાન્સર તરીકે ઓળખાવા માંગતી નથી, જો તે હા કહે તો તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માંગે છે.
નોરાએ કહ્યું, મને ખબર નથી કે લોકોને મારી જરૂર છે, પરંતુ આ વસ્તુઓ મને સશક્તિકરણ અને જવાબદારીનો અહેસાસ કરાવે છે. જો હું તેમને હા કહું તો હું દિલથી કામ કરું છું. હું તેમને પૂરો સમય આપું છું, કલાકો સુધી રિહર્સલ કરું છું, હું દરેક વિગતો પર ગંભીર નજર રાખું છું, પછી તે કોસ્ચ્યુમ હોય કે મેક-અપ. જો હું કેમેરાની સામે હોઉં તો હું મારા દિલથી કામ કરું છું.
એક વર્ષમાં મને 10 જેટલા સોંગ ઓફર થયા છે. હું આમાંથી એક કે બે જ સ્વીકારું છું. હું કોઈ પણ ગીત માટે હા નથી કરતી કારણ કે હું દર્શકોને બોર કરવા માંગતી નથી. હું ઘણા ગીતો નથી કરતી કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં ટાઇપ કાસ્ટ થવાનો ભય છે. જણાવી દઈએ કે નોરાએ દિલબર-દિલબર, હાય ગરમી, કમરિયા સહિત ઘણા આઈટમ સોંગ કર્યા છે જે જબરદસ્ત હિટ રહ્યા છે. . .