મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાવ ચલે” પ્રોજેક્ટનું ગાંધીનગર જિલ્લાના સરઢવથી રિ-લોન્ચ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, નાનામાં નાના અને ગ્રામીણ લોકો સુધી અદ્યતન આરોગ્ય સેવાઓ વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષમાં વ્યાપકપણે વિસ્તરી છે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રના માર્ગદર્શનમાં રાજ્યમાં મેડિકલ એજ્યુકેશનનો પણ જે વ્યાપ વધ્યો છે અને વધુ મેડિકલ કોલેજીસ શરૂ થતાં હવે દર વર્ષે રાજ્યમાં અંદાજે સાત હજાર જેટલા ડૉક્ટર ઉપલબ્ધ થાય છે. એટલું જ નહીં, ગ્રામ્ય સ્તરે પણ હવે મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સની સુવિધાઓ મળતી થઈ છે અને તેના પરિણામે ગ્રામીણ કક્ષાએ અદ્યતન ઈલાજ સારવાર પણ ઉપલબ્ધ બની રહેશે
.મુખ્યમંત્રીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ગ્રામીણ નાગરિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને “આઓ ગાવ ચલે” પ્રોજેક્ટ દ્વારા સરકાર સાથે સહયોગ કર્યો છે, તેની સરાહના કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ આપી હતી.