Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના હાથે ચડ્યો : આરોપી ધર્મેશનાં નામે 754 કરોડ જ્યારે તેની પત્નીના નામે 888 કરોડની સંપતિ

અગાઉ 20 ગુનાઓમાં સંડોવાયેલો છે અને હજી પણ 15 જેટલા ગુનાઓ નોંધાય તો પણ નવાઈ નહિ

aaspassdaily by aaspassdaily
2023-06-27 10:37:23
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

માત્ર અમદાવાદનો જ નહીં રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના હાથે ચડ્યો છે. આ વ્યાજખોર અને તેનો પરિવાર છેલ્લા 20 વર્ષમાં જ અંદાજિત 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે. આ વ્યાજખોર અગાઉ 20 ગુનાઓમાં સંડોવાયેલો છે અને હજી પણ અંદાજીત 15 જેટલા ગુનાઓ નોંધાય તો પણ નવાઈ નહિ.
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને નારોલ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક ફરિયાદ મુજબ વેપારી કમલ ડોગરાએ કોરોના સમયમાં તેના ધંધાને અસર પડતા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સહિત 8 લોકો પાસેથી 12 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 34 કરોડ ચૂકવ્યા પણ હતા. આટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકીઓ આપતા હતા. વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણ થી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. જે ગુનામા નારોલ પોલીસે ધર્મેશ પટેલની ધરપકડ કરી હતી. જે બાદ હવે તેના પુત્ર પ્રેમની પણ ધરપકડ કરવામા આવી છે.
ACP મિલાપ પટેલે જણાવ્યુ હતું કે, સમગ્ર કેસનો મુખ્ય આરોપી ધર્મેશનાં નામે 25 બેન્ક એકાઉન્ટ છે તેમજ પરિવારના મળીને કુલ 48 બેન્ક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખૂબ મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત ધર્મેશ અને તેના પરિવારના સભ્યોના નામે 14 કંપનીઓ રજીસ્ટર થયેલી છે. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે આરોપી ધર્મેશનાં નામે 754 કરોડની સંપતિ છે જ્યારે તેની પત્નીના નામે 888 કરોડની સંપતિ નોંધાયેલી છે. આરોપી ધર્મેશ સામે અગાઉ બેન્કો સાથે પણ છેતરપિંડીના કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારથી નારોલમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે ત્યાર બાદ અલગ અલગ 15 જેટલા અન્ય ભોગવનાર લોકોએ પણ પોલીસનો સંપર્ક કર્યો છે. જેથી આવનારા દિવસોમાં ધર્મેશ અને તેની ગેંગ વિરૂદ્ધ અન્ય 15 જેટલા ગુનાઓ નોંધાઈ તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ધર્મેશ વિરૂદ્ધ અગાઉ 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
હાલ તો પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. હવે અન્ય ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે ધર્મેશ વિરુદ્ધ અગાઉ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે તેની પત્ની દ્વારા પણ ફરિયાદ નોધાઈ હતી. જોકે વીસ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધર્મેશ અને તેની ગેંગ વિરુદ્ધ મળેલા દસ્તાવેજી પુરાવાઓ બાદ શું પગલાં લેવાય છે. અને આ ગેંગ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું છે.

Previous Post

ક્રિકેટ જગત માટે યાદગાર પળ, વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ

Next Post

સ્પર્મ બદલી નાખનાર ખાનગી હોસ્પિટલને રૂા.1.5 કરોડનો દંડ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
સ્પર્મ બદલી નાખનાર ખાનગી હોસ્પિટલને રૂા.1.5 કરોડનો દંડ

સ્પર્મ બદલી નાખનાર ખાનગી હોસ્પિટલને રૂા.1.5 કરોડનો દંડ

ગુજરાતના 6 જળાશય હાઈએલર્ટ પર

ગુજરાતના 6 જળાશય હાઈએલર્ટ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.