જ્યારે સરોજ ખાને સલમાન ખાન સાથે પંગો લીધો, કહ્યું અલ્લાહ રોટલી આપે છે, તમે નહીં…
બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સરોજ ખાન સલમાન ખાન અને તેમની વચ્ચેના તણાવનો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યાં છે… તમને જણાવી દઈએ કે વર્ષ 1994માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ બાદ સલમાન ખાન અને સરોજ ખાને ક્યારેય સાથે કામ કર્યું નથી. શું કારણ હતું જેના કારણે સરોજ ખાન અને સલમાન વચ્ચે તણાવ વધ્યો, ચાલો તમને જણાવીએ વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને….
વાયરલ વીડિયોમાં સરોજે સલમાન વિશે આ મોટો દાવો કર્યો છે
2 મિનિટથી પણ ઓછા સમયના આ વીડિયોમાં સરોજ ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘તે મારી પાસે આવ્યો અને મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને કહ્યું કે જ્યારે હું ટોપ હીરો બનીશ ત્યારે હું ક્યારેય તમારી સાથે કામ નહીં કરીશ.’ તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં સરોજ ખાન કોરિયોગ્રાફર હતા અને એક ગીતના શૂટ દરમિયાન આમિર ખાનને સ્ટાર્સ સાથે સ્ટેપ્સ આપવામાં આવ્યા હતા, ત્યારે સલમાન ખાન માત્ર ગળામાં ડ્રમ લટકાવી રહ્યો હતો. કહેવાય છે કે આ બાબતને લઈને સલમાન ખાન સરોજ ખાનથી ઘણો નારાજ થઈ ગયો હતો.
સરોજે દાવો કર્યો હતો- ડિરેક્ટરે મને જે કરવાનું કહ્યું તે મેં કર્યું..
સરોજ ખાન કહે છે, ‘મેં સલમાનને કહ્યું હતું કે ડિરેક્ટરે મને જે કરવાનું કહ્યું તે મેં કર્યું, તમને ખરાબ લાગ્યું, હું ખૂબ જ દિલગીર છું, તું મારી સાથે કામ નહીં કરે, રોટી અલ્લાહ દેતા હૈ તુ નહીં દેતા’. તમને જણાવી દઈએ કે સલમાન ખાન એટલો નારાજ થઈ ગયો હતો કે તેણે સરોજ ખાન સાથે ફરી કામ ન કર્યું. જણાવી દઈએ કે સરોજ ખાનનું નિધન વર્ષ 2020 માં થયું હતું.