સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને લઈ SPGએ દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે SPGએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી, ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ કરી. હજુ સુધી એકપણ ડ્રોન પકડાયું નથી અને પોલીસના હાથ ખાલી છે. આ ડ્રોન કોનું છે અને PM આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, PMનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.
વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ 9, લોક કલ્યાણ માર્ગથી છે. પહેલા કારને પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવી દઈએ કે, PMના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે, જો તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકિંગમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાનમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.