Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સાત વર્ષમાં 8.81 લાખે ભારતીય નાગરિકત્વ છોડયું

aaspassdaily by aaspassdaily
2023-07-05 10:48:04
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

2023માં 6500 સુપર રિચ ઈન્ડિયન્સ બીજા દેશમાં સ્થાયી થઈ શકે
ભારતના ટેક્સ કાયદા, નાણા મોકલવા માટેના કડક નિયમ અને કેટલાક કારણોસર માઈગ્રેશન 2023માં લગભગ 6500 સુપર રિચ લોકો ભારત છોડે તેવી અપેક્ષા છે તેવું હેનલી પ્રાઇવેટ હેલ્થ માઇગ્રેશન રિપોર્ટમાં જણાવાયું છે. જો કે 2022ની સરખામણીએ સંખ્યા ઘટવાનો અંદાજ છે, 2022માં 7500 HNIsએ દેશ છોડયો હતો. આ રિપોર્ટ અનુસાર 10 લાખ ડોલર એટલે કે 8.2 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતાં આ ધનિકો દેશ છોડવાના મોરચે ચીન પછી બીજા ક્રમે આવે છે. ડિસેમ્બર 2021માં લોકસભામાં એક સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરી 2015થી 21 સપ્ટેમ્બર 2021 વચ્ચે 8,81,254 લોકોએ પોતાનું ભારતીય નાગરિકત્વ છોડી દીધું હતું.
નોંધનીય છે કે પાછલા વર્ષે 2022માં 7500 કરોડપતિઓએ ભારત છોડયું હતું. નિષ્ણાતો અનુસાર ભારતના ટેક્સ કાયદા, બહાર નાણા મોકલવા માટેના કડક નિયમ અને અન્ય કેટલાક કારણોસર લોકો દેશ છોડી રહ્યા છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે સુરક્ષા, ક્લાઇમેટ ચેન્જ અને ક્રિપ્ટો પર સરકાર તરફથી બનાવવામાં આવેલા નિયમો ઉપરાંત અન્ય કેટલાક કારણો પણ જવાબદાર હોય છે. હેનલી એન્ડ પાર્ટનર્સના સીઇઓ જુએર્ગ સ્ટેફને જણાવ્યું હતું કે જ્યારે કરોડપતિઓ દેશ છોડી જતા હોય છે ત્યારે ઘણીવાર અધિકારીઓ માટે ચેતવણીનો એક સંકેત હોય છે.

દેશ છોડવાના મોરચે ચીનના ધનિકો વિશ્વમાં પ્રથમ ક્રમે

આ રિપોર્ટ અનુસાર 2023માં સૌથી વધારે નુકસાન ચીનને થઇ શકે છે. 2023માં ચીનના 13,500 એચએનઆઈ(હાઇ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ્સ) દેશ છોડી શકે છે. રિપોર્ટ અનુસાર ચીન દર વર્ષે સેંકડો સંખ્યામાં ધનિકોને ગુમાવી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં સમૃદ્ધિમાં વધારો ધીમો પડી ગયો છે. તેને પગલે ધનિકો દેશ છોડી રહ્યા હોવાથી અગાઉની તુલનાએ વધારે નુકસાન થઇ શકે છે. નોંધનીય છે કે ચીની કંપનીઓ પર અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા બજારોમાં પ્રતિબંધ છે. તેનો ઘેરો પ્રભાવ પડી શકે છે. આ રિપોર્ટ અનુસાર બ્રિટનને 3200 એચએનઆઈ અને રશિયાને 3000 એચએનઆઈનું નુકસાન થઇ શકે છે.
આ રિપોર્ટ અનુસાર દેશ છોડનારા મોટાભાગના ધનિક ભારતીયો દુબઇ અને સિંગાપોર જેવા દેશમાં જઇ શકે છે. દુબઇનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ અને તેના કર કાયદા તથા વ્યાપાર પ્રણાલી ભારતીય વ્યાપારીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે. ફોર્બ્સ અનુસાર અત્યાર સુધી ભારતીય ધનિકો માટે પોર્ટુગલ પસંદગીનું સ્થળ હતું.

Previous Post

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો

Next Post

RSS ક્યારેય હિંસાને સ્વીકારતું નથી : મોહન ભાગવત

aaspassdaily

aaspassdaily

Related News

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ
તાજા સમાચાર

ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

September 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય
તાજા સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય

September 17, 2025
Next Post
RSS ક્યારેય હિંસાને સ્વીકારતું નથી : મોહન ભાગવત

RSS ક્યારેય હિંસાને સ્વીકારતું નથી : મોહન ભાગવત

રાજકોટ ફુડ ડિવિઝનમાં વેપારીઓ દ્વારા રૂા.1500 કરોડનું બોગસ બિલિંગકાંડ

રાજકોટ ફુડ ડિવિઝનમાં વેપારીઓ દ્વારા રૂા.1500 કરોડનું બોગસ બિલિંગકાંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.