ફિલ્મ ‘ગદર 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ફિલ્મની રિલીઝના દિવસો નજીક આવી રહ્યા છે. એમ એમ નવા-નવા ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘ઉડ જા કાલે કાવા તેરે મુંહ વિચ ખંડ પાવા’ રિલીઝ થયું હતું. લોકોએ આ ગીતને ઘણો પ્રેમ આપ્યો. ‘ગદર 2’ના મેકર્સ વધુ એક ગીત ‘મેં નિકલા ગડ્ડી લેકે’ને પણ રિક્રિએટ કરવા જઈ રહ્યા છે.
બે ગાયકોનો મધુર અવાજ
ઉદિત નારાયણે ગદરમાં ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ ગાયું હતું. બીજી તરફ ‘ગદર 2’ના આ ગીતમાં તમને બે ગાયકોના અવાજનો જાદુ સાંભળવા મળશે. અહેવાલો અનુસાર, ગદર-2માં અરિજિત સિંહ ઓરીજનલ ગાયક ઉદિત નારાયણ સાથે ગીત ગાશે. તમને જણાવી દઈએ કે અરિજિત સિંહ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય ગાયકોમાંથી એક છે અને તેનો મધુર અવાજ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
આજે પણ લોકોને પસંદ છે
અરિજિત અને ઉદિત નારાયણ સાથે સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ગદર 2 માં રિપ્રાઇઝ વર્ઝન ગાશે. મૈં નિકલા ગડ્ડી લેકે આજે પણ લગ્ન અને ફંક્શનમાં વગાડવામાં આવે છે. જ્યારે નિર્માતાઓએ ગીતને ફરીથી બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેઓ મૂળ નંબર સાથે છેડછાડ કરવાને બદલે તેમાં થોડી તાજગી ઉમેરવા માંગતા હતા. જે બાદ મેકર્સે અરિજીત સિંહને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. અહેવાલો અનુસાર, નવા વર્ઝનમાં, અરિજિત ઉત્કર્ષ શર્મા માટે ગીત ગાશે જ્યારે ઉદિત નારાયણ સની દેઓલનો અવાજ હશે.
આ દિવસે રિલીઝ થશે આ ફિલ્મ
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ વખતે તારા સિંહ ઉર્ફે સની દેઓલ તેના પુત્ર જીતા માટે પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે, જે ઉત્કર્ષ દ્વારા ભજવવામાં આવે છે. દિગ્દર્શક-નિર્માતા અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત, નવી ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘ગદર 2’માં ખૂબ જ લોકપ્રિય અભિનેતા મનીષ વાધવા ‘ગદર 2’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ‘ગદર: એક પ્રેમ કથા’ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી, જેની વાર્તા દેશના ભાગલા પર આધારિત હતી. આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. ‘ગદર-2’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.