ટ્વિટર પ્રતિસ્પર્ધી એપ્લિકેશને બે દિવસમાં 50 મિલિયનથી વધુ સાઇન-અપ્સ મેળવ્યા છે. થ્રેડ્સ એપ આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ છે.
મેટાએ 6 જુલાઈના રોજ તેની નવી માઈક્રો બ્લોગિંગ એપ થ્રેડ્સ રજૂ કરી છે. આ એપને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. મેટાએ ટ્વિટર સાથે સ્પર્ધામાં આ એપ બનાવીને રજૂ કરી છે. થ્રેડ્સ એપને એક જ દિવસમાં 50 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. હવે એસ જયશંકર સહિત ઘણા ટોચના મંત્રીઓ, અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીઓ, માધુરી દીક્ષિત, શિખર ધવન અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જેવી હસ્તીઓ આ યાદીમાં જોડાઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રીઓ જેમ કે વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી નવા લોંચ થયેલા ટેક્સ્ટ-આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા થ્રેડ્સના યુઝર્સ બની ગયા છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ થ્રેડ્સ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. જોડાયેલા અન્ય કેન્દ્રીય મંત્રીઓમાં પ્રહલાદ જોશી, ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતનો સમાવેશ થાય છે.
ઇલોન મસ્કની માલિકીની માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના સીધા હરીફ તરીકે થ્રેડ્સને જોવામાં આવે છે. એપ લોન્ચ થયાના 24 કલાકની અંદર 30 મિલિયન યુઝર્સ મેળવ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના સત્તાવાર થ્રેડ્સ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા વગેરે જોડાયા હતા.