ભારતીય ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ભારતીય ટીમે હાલમાં જ તેની કેપ્ટનશીપમાં SAFF ચેમ્પિયનશિપ જીતી છે. બેંગલુરુમાં SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવ્યું. આ તરફ હવે કેપ્ટન છેત્રીએ કહ્યું છે કે, તે પોતાના દેશ માટે મેસ્સી અને રોનાલ્ડોને પણ હરાવી શકે છે. નોંધનીય છે કે, ભારતે નવમી વખત SAFF ટૂર્નામેન્ટ જીતી. આ પહેલા ભારતીય ટીમે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ પણ જીત્યો હતો. બંને ટૂર્નામેન્ટમાં 38 વર્ષીય સ્ટાર સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય મહિલા ટીમ લગભગ ચાર મહિના બાદ મેદાન પર ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે. તેણે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી હતી અને T20 શ્રેણીની પ્રથમ મેચમાં આસાન જીત નોંધાવી હતી. કેપ્ટન કૌરે પોતે જોરદાર અડધી સદી ફટકારી અને ટીમને 7 વિકેટે જીત અપાવી. ભારતની જીતમાં સ્પિનર મિન્નુ મણીએ પણ યોગદાન આપ્યું હતું.