છેલ્લા કેટલાક સમયથી એક વાત એ વહેતી થઈ છે કે ગુજરાત નાટક અધ્યક્ષ સંગીત અકાદમીના નિમવાની પ્રક્રિયા ગતિમાં છે અને આ માટે અત્યારે કપિલદેવ શુક્લ (સુરત), અભેસિંહ રાઠોડ (ભરૂચ) અને અભિલાષ ઘોડા(અમદાવાદ)ના નામ રેસમાં છે. જો કે આ વાતને હજુ કોઈ સમર્થન મળ્યું નથી અને આવી કોઈ સ્પર્ધા હોવાનું પણ કોઈએ સ્વીકાર્યું નથી પરંતુ કલા જગતમાં આ ચર્ચા એ ગરમી જરૂર પકડી છે.
નાટ્ય ક્ષેત્રે મોટું નામ કપિલદેવ શુક્લ સુરતના છે અને સી.આર. પાટિલ સાથે સીધો પરિચય છે, અભેસિંહ લોક સાહિત્ય અને ડાયરામાં મોટું નામ ધરાવે છે સાથે ભા.જ.પ.ના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની નજીક મનાય છે જ્યારે અભિલાષ ઘોડા નિર્માતા, દિગ્દર્શક અને કલાના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ છે તથા ભા.જ.પ.ના અમદાવાદ શહેરના સાંસ્કૃતિક સેલના ક્વીનર છે. કપિલ દેવ અને અભેસિંહ રાજકારણ સાથે સીધો સંપર્ક ધરાવતા નથી જ્યારે રાજકારણ અને સાંસ્કૃતિક જગત સાથે એક્સરખી સક્રિયતાથી સંપર્કમાં રહેતા અભિલાષ ઘોડા પોતાની નિમણૂંક માટે આશાવાદી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ અધ્યક્ષપદની નિમણુકમાં યોગ્ય વ્યક્તિ ન મળતા સરકારને નિરાશા પણ સાંપડેલી છે.