સુરતના ઉધનામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી આધાર કાર્ડ સહિતના કેટલાક ડુપ્લીકેટ દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત યુવકના સંપર્ક શંકાસ્પદ હોવાને લઈ તે દિશામાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉધનામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે, જેની પાસેથી કેટલાંક જેહાદી ડોક્યુમેન્ટસ અને આધાર કાર્ડ સહિતના કેટલાક ડુપ્લીકેટ દસ્તાવેજો મળી આવ્યા છે. યુવકના સંપર્ક શંકાસ્પદ હોવાને લઈ તે દિશામાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર શહેરના ઉધના વિસ્તારમાંથી ઝડપાયેલો યુવક વર્ષ 2018 થી અહીં રહેતો હતો. યુવક ટેકનીકલ બાબતોમાં જાણકાર હોવાને લઈ પોલીસે તેના મોબાઈલ સહિતના ગેજેટની તપાસ શરુ કરી છે. આ ઉપરાંત તેની પાસેથી જન્મનો દાખલો અને પાનકાર્ડ પણ ડુપ્લીકેટ તૈયાર કર્યા હોવાનુ મળી આવ્યુ છે. યુવક પાસેથી કેટલાક સાહિત્ય મળી આવ્યા છે. આરોપી યુવક બાંગ્લાદેશમાં શંકાસ્પદ વ્યક્તિ સાથે સંપર્ક ધરાવતો હતો. આ સિવાય પણ તે શંકાસ્પદ સંપર્ક ધરાવતો હોવાની શંકાને લઈ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની પાસેથી મળેલા બોગસ દસ્તાવેજોને લઈ પોલીસને આશંકા છે કે, તે ડુપ્લીકેટ પાસપોર્ટ તૈયાર કરવાનો પ્રયાસ કરતો હતો.