રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પોતાની બોલિંગથી ઘણા રેકોર્ડ બનાવી દીધા. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો અશ્વિન સામે ટકી ન શક્યા અને વહેલા આઉટ થઈ ગયા. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 150 રનમાં આઉટ થઈ ગઈ. ત્યારે ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી કોઈ પણ નુકશાન વિના 80 રન બનાવી લીધા છે. ભારત માટે યશસ્વી જયસ્વાલ 40 રન અને કેપ્ટન રોહિત શર્મા 30 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.
અશ્વિને કરી દીધો કમાલ –
રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી. તેમણે 60 રનમાં 5 વિકેટ લીધી. હવે તે ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર પહોંચી ગયા છે. તેમણે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે 12 મેચમાં 65 વિકેટ ઝડપી છે. અશ્વિને દિગ્ગજ ખેલાડી બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા છે. બેદીએ 18 મેચમાં 62 વિકેટ લીધી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો –
1. કપિલ દેવ – 89 વિકેટ
2. અનિલ કુંબલે – 74 વિકેટ
3. શ્રીનિવાસ વેંકટરાઘવન – 68 વિકેટ
4. રવિચંદ્રન અશ્વિન – 65 વિકેટ
5. ભાગવત ચંદ્રશેખર – 65 વિકેટ
6. બિશન સિંહ બેદી – 62 વિકેટ
ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા –
રવિચંદ્રન અશ્વિને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેમણે ભારત માટે 93 ટેસ્ટ મેચમાં 702 વિકેટ લીધી છે. આ સિવાય વનડે ક્રિકેટમાં તેમના નામે 151 વિકેટ છે. આ સાથે જ તેમણે 65 ટી20 મેચમાં 72 વિકેટ લીધી છે. બોલિંગ ઉપરાંત, તેઓ નીચલા ક્રમમાં બેટિંગમાં પણ નિપુણ ખેલાડી છે. અશ્વિને ભારત માટે અત્યાર સુધીમાં 3129 રન બનાવ્યા છે જેમાં 5 સદી સામેલ છે.