ભારતના આકરા મિજાજ છતાં પણ કેનેડામાં ખાલીસ્તાની અલગતાવાદીઓએ તેમની હિન્દુઓ સામેની આપતિજનક પ્રવૃતિ યથાવત રાખી છે અને ગ્રેટર ટોરન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ભગવત ગીતા પાર્કમાં લાગેલા એક સાઈનબોર્ડને આ અલગતાવાદીઓએ તોડી પાડયું હતું. વડાપ્રધાન મોદીના ચિત્ર-વિચિત્ર તસ્વીર પણ બનાવી હતી.
કેનેડામાં ગત વર્ષથી ખાલીસ્તાની અલગતાવાદીઓએ હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા હતા અને એક વખત મહાત્મા ગાંધીની મૂર્તિને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રથમ વખત અહીના વિખ્યાત શ્રી ભગવદ ગીતા પાર્કમાં અલગતાવાદીઓનો ડોળો પડયો છે અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ચિત્ર-વિચિત્ર તસ્વીરો બનાવીને ભારતને વળતો પડકાર ફેંકયો છે.