Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ

વીડિયો કે રીલ્સ બનાવનારા લોકો સામે કાર્યવાહી, મંદિર પરિસરમાં સૂચનાના બોર્ડ લગાવાયા

aaspassdaily by aaspassdaily
2023-07-17 10:01:12
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હવે કેદારનાથ જતાં દર્શનાર્થીઓ મોબાઇલથી મંદિર પરિસરના ફોટો નહીં લઇ શકે. આ સાથે જ મંદિરમાં પણ ફોટો કે રિલ્સ નહીં બનાવી શકે. યાત્રિકો માટે કેદારનાથ બદ્રીનાથ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં કેદારનાથ મંદિરનો કોઇ ફોટો લેશે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મંદિરના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાસ્તવમાં તાજેતરમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં વિવાદસ્પદ વીડિયો બનાવવાનો અને તેને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કેદારનાથ મંદિરની અંદર પ્રવેશવા પહેલા મોબાઇલ ફોન બંધ કરી દેવાની સૂચના હતી. જોકે, હવે સમગ્ર મંદિર પરિસરમાં ફોટો કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરમાં ઠેર ઠેર તમે સીસીટીવીની નજરમાં છો તેવા બોર્ડ પણ મારવામાં આવ્યા છે.
મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ
એટલું જ નહીં, મંદિર સમિતિએ કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓને ધાર્મિક સંસ્કૃતિ અનુરૂપ વસ્ત્રો પહેરીને આવવા જણાવવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં બોર્ડ પર પણ લખવામાં આવ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે, ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, બદ્રીનાથ ધામથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.

તાજેતરમાં વીડિયો થયો હતો વાયરલ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક REELS વાયરલ થઈ હતી. જેમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી છે. વિશાખા નામની આ યુવતીએ તેના પ્રેમીને કહ્યા વગર જ ઘૂંટણ પર બેસીને વીંટી સાથે પ્રપોઝ કર્યું હતું. વીડિયો વાયરલ થતા જ એક વર્ગ તેના વિરોધમાં આવ્યો હતો. આ વીડિયો પછી જ કેદારનાથ મંદિર સમિતિએ સ્થાનિક પોલીસને રીલ અને યુટ્યુબ વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિર સમિતિ દ્વારા આવા વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પરિસરમાં ફોન પર પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી.

Previous Post

કેનેડામાં હવે ભગવદ ગીતા પાર્કનું બોર્ડ ખાલીસ્તાનીઓએ તોડયું

Next Post

લાલ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત!

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
IPL 2023ની મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં : 991 ખેલાડી હશે કતારમાં!
તાજા સમાચાર

દેશમાં હવે ક્રિકેટ ફીવર : આઇપીએલ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ

March 28, 2026
Next Post
લાલ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત!

લાલ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત!

આજથી બેંગલુરુમાં બે દિવસીય એકતા બેઠક: વિપક્ષના 26 પક્ષો વિચાર મંથન કરશે

આજથી બેંગલુરુમાં બે દિવસીય એકતા બેઠક: વિપક્ષના 26 પક્ષો વિચાર મંથન કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.