પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે આર માધવન પણ એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. સેલ્ફી સાથેનો આ ફોટો અત્યારે ચર્ચમાં છે. તસવીરોમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે માધવન હોવાથી સોશિયલ મીડિયા પર આ તસવી જોવા મળી રહી છે. પેરિસમાં આયોજિત બેસ્ટિલ ડે સેલિબ્રેશનના સમયનો આ ફોટો છે.
આર માધવને ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પીએમ મોદી સાથે જોવા મળી રહ્યો છે. માધવને પણ ફ્રાન્સમાં આયોજિત કાર્યક્રમનો ભાગ હતો જેમાં પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બોલિવૂડમાં લાખો દિલો પર રાજ કરનાર એક્ટર આર માધવનની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહ્યો છે. માધવન પેરિસમાં આયોજિત બેસ્ટિલ ડે ઉજવણીનો પણ એક ભાગ હતો અને તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ પ્રસંગની કેટલીક યાદગાર ઝલક શેર કરી હતી.
આ પ્રસંગે માધવનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બંને ઉપરાંત આ તસવીરોમાં માધવન સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં માધવન બે દેશોના આ દિગ્ગજો સાથે ડિનર ટેબલ પર જોવા મળ્યા છે.