અરશદ વારસીએ સંજય દત્ત સાથે વેલકમ 3ની પુષ્ટિ કરતા કહ્યું કે હું આ ફિલ્મનો ભાગ તેઓ બનશે. ત્યારથી જ દર્શકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. મુન્નાભાઈ ફિલ્મથી બન્નેની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી રહી છે.
અરશદ વારસી મોટાભાગે ફિલ્મોમાં કોમિક અથવા ગંભીર પાત્રો માટે જાણીતા છેતાજેતરમાં જ અભિનેતાએ પોતે જ માહિતી આપી છે કે તે વેલકમ 3માં જોવા મળવાનો છે. અરશદ વારસીએ કહ્યું, હું આ ફિલ્મનો ભાગ બનવાનો છું, આ ફિલ્મમાં હું, અક્ષય કુમાર, સંજય દત્ત, પરેશ રાવલ અને અન્ય ઘણા લોકો જોવા છે.
થોડા સમય પહેલા જ્યારે અક્ષય કુમારે ફિલ્મ વેલકમ 3ની જાહેરાત કરી હતી ત્યારે આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ ફિલ્મની કાસ્ટિંગ અને સ્ટોરી વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેલકમ 3માં અક્ષય કુમાર અને પરેશ રાવલનું આગમન નિશ્ચિત છે. થોડા સમય પહેલા સમાચાર આવી રહ્યા હતા કે આ ફિલ્મમાં અરશદ વારસી અને સંજય દત્ત જોવા મળવાના છે. હવે અરશદ વારસીએ પોતે આ ફિલ્મ વિશે આ વાતને સ્વિકારી છે.
કોમેડી જોનરમાં આ બન્ને અભિનેતાની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. મુન્ના અને સર્કિટના કેરેક્ટરને એક સાથે જોવાનો પણ દર્શકો માટે લ્હાવો મુન્નાભાઈ ફિલ્મમાં છે જો કે, આ ફિલ્મ ક્યારે આવશે તે વિશે હજૂ સુધી કોઈ પુષ્ટી નથી.
અર્શદ હમણાં જ મુન્નાભાઈ 3 ના નિર્માણ પર શંકા વ્યક્ત કરી છે. પરંતુ તે જોલી એલએલબી 3, જોલી એલએલબીની ફ્રેન્ચાઇઝી ફિલ્મ કરી રહ્યો છે. અભિનેતાએ કહ્યું કે આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળશે. તેણે કહ્યું કે અમે જાન્યુઆરીમાં તેનું શૂટિંગ શરૂ કરીશું. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા તાજેતરમાં અસુર 2 માં જોવા મળ્યો હતો.