આણંદમાં LCB ટીમને રાસ અંબેરાવ રોડ પરના ખોડીયાર પોલ્ટ્રીફાર્મ પર ઓરડીમાં આહાર પેકેટ્સનો મોટો જથ્થો હોવાનું પોલીસને બાતમી મળી હતી.પોલીસે રેડ કરી બાળકોના પુરક પોષણ માટે વપરાતી બાળશકિત, માતૃશકિત, પુર્ણાશકિત સહિતના 2 લાખ ઉપરાંતની કિંમતના 3 હજાર 360 પેકેટ કબ્જે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ આહાર પેકેટ્સ ખાસ કરીને બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે.તો આ પેકેટ આંગણવાડીની જગ્યાએ પોલ્ટ્રીફાર્મ પર કઇ રીતે પહોંચ્યા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે આણંદ lcb દ્વારા સમગ્ર મામલે 2 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આ ઘટનામાં ઘણા લોકોના સરકારી તેમજ ખાનગી વહીવટીયાઓના નામ બહાર આવવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.
આણંદ LCB એ સરકાર દ્વારા આંગણવાડીઓ થકી સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને આપવામાં આવતા બાળભોગ સહિતના ફૂડ પેકેટસનો જથ્થો બોરસદ પાસેની પોલ્ટ્રીફાર્મ પરથી ઝડપી પાડ્યો છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત 6 વર્ષ સુધીના બાળકો , સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ 11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણક્ષમ આહાર માટે આહાર પેકેટ આંગણવાડી દ્વારા આપવામાં આવતા પેકેટો નો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે
LCB ટીમને રાસ અંબેરાવ રોડ પર માં ખોડીયાર પોલ્ટ્રીફાર્મ પર ઓરડીમાં આ આહાર પેટેસનો મોટો જથ્થો હોવાનું જાણવા મળતાં પોલીસે રેડ કરી બાળકોના પુરક પોષણ માટે વપરાતી બાળશકિત, માતૃશકિત, પુર્ણાશકિત સહિતના 2 લાખ ઉપરાંતની કિંમતના 3360 પેકેટ કબ્જે કરી દીધાં છે. ઉલ્લેખનીય છે કે આ આહાર પેકેટસ ખાસ કરીને બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ પેકેટ આંગણવાડીની જગ્યાએ પોલ્ટ્રીફાર્મ પર કઇ રીતે પહોંચ્યા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.