સાઉથ સ્ટાર સુર્યા તેની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘કંગુવા’ માટે તૈયાર છે. પ્રોડક્શન ટીમ વર્ષના અંત સુધીમાં પ્રથમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે અને આગામી ઉનાળાની સિઝનમાં તેને રિલીઝ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સુર્યા સાથે દિશા પટણી પણ હશે. ‘કંગુવા’ની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.સાઉથ સુપરસ્ટાર સુર્યા 23મી જુલાઈએ પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસે મેકર્સે તેની ફિલ્મ ‘કંગુવા’ની ઝલક રજૂ કરી છે.
જન્મદિવસ પર, નિર્માતાઓએ ફિલ્મના અદભૂત પ્રથમ પોસ્ટરનું અનાવરણ કર્યું હતું.જેમાં અભિનેતાને ડેશિંગ લુકમાં જોવા મળે છે. સુર્યા ‘કંગુવા’માં બે અલગ-અલગ પાત્રો ભજવશે, જે ફિલ્મની આસપાસ પહેલેથી જ વધુ ઉત્તેજના પેદા કરી રહી છે.
સિરુથાઈ શિવ દ્વારા દિગ્દર્શિત,ફિલ્મની વાર્તા 9મી સદીથી 21મી સદી સુધીના લાંબા સમયગાળામાં ફેલાયેલી છે. આ ફિલ્મનું નિર્માણ સ્ટુડિયો ગ્રીન અને યુવી ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં યોગી બાબુ, કિંગ્સલે, કોવઈ સરલા, આનંદ રાજ અને બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની સાથેની પ્રતિભાશાળી કલાકારો છે.
ફિલ્મનું ટીઝર તરત જ વાયરલ થઈ ગયું છે. એક ચાહકે ટ્વિટર પર લખ્યું, ‘હેપ્પી બર્થડે સૂર્યા અન્ના. આ માત્ર કંગુવાની નાનકડી ઝલક છે પરંતુ ફિલ્મ એક રોમાંચક અનુભવ બનાવશે.’કંગુવા’નું સંગીત દેવી શ્રી પ્રસાદે કમ્પોઝ કર્યું છે. વધુમાં આ ફિલ્મ 3Dમાં રિલીઝ થવાની છે અને તે 10 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ થશે જે બહુવિધ પ્રદેશોમાં લાખો દર્શકો સુધી પહોંચશે.સુર્યાએ અગાઉ તેના સોશિયલ મીડિયા પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું હતું,જેણે ચાહકો અને ફિલ્મ પ્રેમીઓમાં ખૂબ જ ચર્ચા જગાવી છે.