ટ્વિટર એક એવી કંપની છે જે સવારથી સાંજ સુધી ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ક્યારેક કોઈ મોટા નેતાના નિવેદનને કારણે ટ્રોલ થવાના કારણે તો કોઈ દિવસ કંપનીમાં જ મોટા ફેરફારને કારણે. ત્યારે હવે તાજેતરમાં કંપનીનું નામ બદલવામાં આવ્યું છે. ટ્વિટરને ‘X’ નામ આપવામાં આવ્યું છે, જે કંપનીના માલિક એલન મસ્કની કંપની Space X માંથી લીધું છે. ટ્વિટરનું નામ ખતમ કરી નાખવા માટે, મસ્કે પહેલા કંપની ખરીદી, પછી લોગો બદલ્યો, હવે ટ્વિટરનું સત્તાવાર હેન્ડલ @X કરી દીધું છે. તમને જણાવી દઈએ કે જ્યારથી એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેઓ આ પ્લેટફોર્મ પર નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે તમારે ટ્વિટર પર જવા માટે સર્ચ એન્જિનમાં Twitter.com દાખલ કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ જો તમે X.com લખશો તો તમે સીધા ટ્વિટરના પેજ પર પહોંચી જશો. એટલે કે, ટ્વિટર હવે Twitter.com નથી રહ્યું, પરંતુ તે હવે X.com તરીકે ઓળખાશે.
Twitter માટે નવું URL
ટ્વિટરના નવા લોગો, નવા નામની સાથે હવે એલન મસ્કે તેના માટે એક નવું URL પણ રજૂ કર્યું છે. જો તમે Twitter માટે X.com લખો છો, તો તમે સીધા ટ્વિટરના ઓફિશિયલ પેજ પર પહોંચી જશો. જણાવી દઈએ કે આ કોઈ નવો નિર્ણય નથી. આ વાત ત્યારે જ સ્પષ્ટ થઈ ગઈ હતી જ્યારે તેમણે ટ્વિટર ખરીદ્યું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે ટ્વિટર ખરીદવું એ Xની શરૂઆત માટે સૌથી મોટું પગલું હશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ એલન મસ્કે ટ્વિટર પર એક વધુ ફેરફાર કર્યો હતો. જોકે આ ફેરફાર યુઝર્સ માટે હતો. તેઓએ હવે DM એટલે કે ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજિંગ માટે પણ મર્યાદા નક્કી કરી છે. અનવેરિફાઇડ યુઝર્સ હવે ફક્ત મર્યાદિત DM જ કરી શકશે.
થ્રેડ્સના આવવાથી ટ્વિટર પર થઈ અસર
જ્યારે આઇટી કંપની મેટાએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ થ્રેડ્સ રજૂ કર્યું, ત્યારે થોડા દિવસોમાં જ તેના 10 કરોડ યુઝર્સ થઈ ગયા. આ પછી તેને ‘Twitter-killer’ જેવા ટાઈટલ આપવામાં આવ્યા, પરંતુ ટ્વિટરના અન્ય હરીફોની જેમ થ્રેડ્સનો પ્રભાવ પણ ઓછો થતો જોવા મળી રહ્યો છે. નવી એપ પર મોનિટરિંગ કરતી ફર્મ સેન્સર ટાવરે સંકેત આપ્યો છે કે આની ચર્ચા ઘણી ઓછી થઈ ગઈ છે અને થ્રેડ્સમાં સક્રિય યુઝર્સમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ પર વિતાવેલો સરેરાશ સમય 50 ટકા ઘટીને 20 મિનિટથી 10 મિનિટ થઈ ગયો છે. તે જ મહિનામાં, થ્રેડ્સની રજૂઆત પછી તરત જ, ટ્વિટર પર ટ્રાફિકમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો.